રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની સ્થિતિ નાજુક, 48 કલાકથી વેન્ટિલેટર પર, ડોક્ટરોની ટીમની સતત નજર

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અત્યારે ખુબ જ નાજુક સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. તેમને હાલમાં ફેફસાની નળીઓમાં લોહી ગંઠાઇ જવાની સમસ્યા છે. ફેફસાની નળીઓમાં લોહી ગંઠાઇ જવાને કારણે ફેફસામાં ઓક્સિજન અને કાર્બનડાયોક્સાઇડનું આદાન-પ્રદાનને ભારે અસર થઇ છે જેને કારણે ભારદ્વાજના શરીરમાં કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ વધુ રહે છે. હાલમાં ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખીને પુરતો ઓક્સિજન આપવાનું […]

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની સ્થિતિ નાજુક, 48 કલાકથી વેન્ટિલેટર પર, ડોક્ટરોની ટીમની સતત નજર
https://tv9gujarati.com/latest-news/rajaysabha-na-sa…m-ni-satat-najar-160294.html
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:13 PM

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અત્યારે ખુબ જ નાજુક સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. તેમને હાલમાં ફેફસાની નળીઓમાં લોહી ગંઠાઇ જવાની સમસ્યા છે. ફેફસાની નળીઓમાં લોહી ગંઠાઇ જવાને કારણે ફેફસામાં ઓક્સિજન અને કાર્બનડાયોક્સાઇડનું આદાન-પ્રદાનને ભારે અસર થઇ છે જેને કારણે ભારદ્વાજના શરીરમાં કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ વધુ રહે છે. હાલમાં ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખીને પુરતો ઓક્સિજન આપવાનું શરૂ કર્યું છે પરંતુ જો પરિસ્થિતિ વધુ વણસે તો ફેફસામાં વાયુના યોગ્ય આદાનપ્રદાન માટે મશીન તૈયાર રાખવામાં આવ્યું છે. ડોક્ટરોના કહેવા મુજબ ભારદ્વાજની તબિયત હાલ ખુબ જ નાજુક છે.

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો 16 દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પરંતુ હાલત ગંભીર બનતા મુખ્યમંત્રી દ્વારા અમદાવાદથી ત્રણ ડોક્ટરને ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં રાજકોટ પહોંચ્યા હતા. અમદાવાદના ત્રણ ડોક્ટરની સાથે કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ રાજકોટમાં છે. 48 કલાકથી અભય ભારદ્વાજને વેન્ટિલેટર પર રખાયા છે. અભય ભારદ્વાજ છેલ્લા 16 દિવસથી કોરોનાની સારવાર સિવિલ હોસ્પિટલમાં લઇ રહ્યા છે.

ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">