રાહુલ ગાંધીએ માગી માફી! કહ્યું કે ‘ચોકીદાર ચોર હૈ’ નિવેદન ચૂંટણી પ્રચારમાં ઉત્તેજનાને લીધે આપ્યું

‘ચોકીદાર ચોર છે’ તેવું બોલીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફસાઈ ગયા છે અને સુપ્રીમ કોર્ટમાં પણ માફી માગવાનો વારો આવ્યો છે. રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર છે’ તેમ કહીને કહ્યું કે હવે સુપ્રીમ કોર્ટે પણ આ માની લીધું તેના પર અરજી દાખલ થઈ હતી અને રાહુલને આ બાબતે જવાબ આપવો પડ્યો હતો.  રાફેલ વિવાદને લઈને સુપ્રીમ […]

રાહુલ ગાંધીએ માગી માફી! કહ્યું કે 'ચોકીદાર ચોર હૈ' નિવેદન ચૂંટણી પ્રચારમાં ઉત્તેજનાને લીધે આપ્યું
Follow Us:
| Updated on: Apr 22, 2019 | 1:44 PM

‘ચોકીદાર ચોર છે’ તેવું બોલીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફસાઈ ગયા છે અને સુપ્રીમ કોર્ટમાં પણ માફી માગવાનો વારો આવ્યો છે. રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર છે’ તેમ કહીને કહ્યું કે હવે સુપ્રીમ કોર્ટે પણ આ માની લીધું તેના પર અરજી દાખલ થઈ હતી અને રાહુલને આ બાબતે જવાબ આપવો પડ્યો હતો. 

રાફેલ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટમાં રાહુલે પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું છે. જેમાં રાહુલ ગાંધીએ સ્વીકાર્યું કે સુપ્રીમ કોર્ટે ચોકીદાર ચોર છે તેવું કોઈ જ નિવેદન આપ્યું નહોતું. વધુમાં તેમણે પોતાના જવાબમાં જણાવ્યું કે ચૂંટણી પ્રચાર વખતે તેમના મોઢામાંથી આ નિવેદન ઉત્સુકતાના કારણે નીકળી ગયું હતું.

આ પણ વાંચો: મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ ગેરેજમાં રહીને માત્ર રોટલી અને પાણી પર પસાર કર્યા છે દિવસો!

રાહુલ ગાંધીએ કોર્ટમાં બાહેંધરી આપી છે કે તે પોતાના રાજકીય ભાષણમાં કોર્ટને ટાંકીને કોઈ જ વિચાર, ટિપ્પણી અને અહેવાલ વિશે વાત નહીં કરે જ્યાં સુધી કોર્ટે તેને રેકોર્ડ ના કર્યું હોય. આ મામલે સુપ્રીમ કોર્ટ વધુ સુનાવણી કાલે કરશે. આ મુ્દે ભાજપના એક નેતાએ જ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને  તેને લઈને રાહુલ ગાંધીને આ બાબતે જવાબ આપવાનો કોર્ટે આદેશ આપ્યો હતો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

રાહુલ ગાંધીએ પોતાના લોકસભા મત-વિસ્તાર અમેઠીમાં કહ્યું હતું કે હું સુપ્રીમ કોર્ટને ધન્યવાદ આપવા માગું છું. આખો દેશ કહી રહ્યો છે કે ચોકીદાર ચોર છે. આ ઉત્સવનો દિવસ છે કે કારણ કે ચોકીદારે ચોરી કરી છે. આમ રાહુલ ગાંધીએ આ વિવાદને લઈને મામલો સુપ્રીમ કોર્ટમાં જતા બાહંધરી સાથે માફી માગવી પડી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">