રાધનપુર બેઠક કોંગ્રેસ અને ભાજપ માટે બની પ્રતિષ્ઠાની જંગ…કેબિનેટ પ્રધાન અને ધારાસભ્યો કરી રહ્યા છે પ્રચાર

ગુજરાતમાં પેટા ચૂંટણીને હવે ગણતરીની દિવસો બાકી છે. ત્યારે રાધનપુર બેઠક કોંગ્રેસ અને ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. અને આ બેઠક જીતવા માટે કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ રાધનપુરમાં જ ધામા નાંખ્યા છે. રાધનપુરમાં જ્યાં એક તરફ ભાજપના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોરને જીતાડવા કેબિનેટ પ્રધાનથી લઈ હોદ્દેદારો મેદાને ઉતર્યા છે. ત્યાં જ કોંગ્રેસમાંથી ઉમેદવાર […]

રાધનપુર બેઠક કોંગ્રેસ અને ભાજપ માટે બની પ્રતિષ્ઠાની જંગ...કેબિનેટ પ્રધાન અને ધારાસભ્યો કરી રહ્યા છે પ્રચાર
radhanpur
Follow Us:
| Updated on: Oct 11, 2019 | 11:16 AM

ગુજરાતમાં પેટા ચૂંટણીને હવે ગણતરીની દિવસો બાકી છે. ત્યારે રાધનપુર બેઠક કોંગ્રેસ અને ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. અને આ બેઠક જીતવા માટે કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ રાધનપુરમાં જ ધામા નાંખ્યા છે. રાધનપુરમાં જ્યાં એક તરફ ભાજપના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોરને જીતાડવા કેબિનેટ પ્રધાનથી લઈ હોદ્દેદારો મેદાને ઉતર્યા છે. ત્યાં જ કોંગ્રેસમાંથી ઉમેદવાર રઘુ દેસાઈને જીતાડવા માટે કોંગ્રેસના MLA બળદેવજી ઠાકોર તથા સી.જે.ચાવડા મેદાનમાં આવ્યા છે.

આ પણ વાંચોઃ અમિત શાહ વિરૂદ્ધ ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજર..પરેશ ધાનાણી બન્યા જામીનદાર

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

મહત્વનું છે કે રાધનપુરની બેઠક પરંપરાગત કોંગ્રેસની રહી છે. જો કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કરતા આ બેઠક ખાલી પડી. હવે આ બેઠકને જીતવા માટે બંને પક્ષ એડીથી ચોટી સુધીનું જોર લગાવી રહ્યા છે. જેમાં એકબીજ પર આક્ષેપ પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે. જેમાં કોંગ્રેસી નેતા અલ્પેશ ઠાકોર પર પ્રહાર કરતા કહે છે કે રાધનપુરની જનતા ક્યારે માફ નહી કરે. તો બીજી બાજું ભાજપના નેતાઓ રાધનપુરમાં ભાજપ દ્વારા થયેલા વિકાસને ગણાવીને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે, આ આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે રાધનપુરની જનતા કોને પોતાના પ્રતિનિધી તરીકે ચૂંટે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">