પુલવામા હુમલો મોટા આતંકી પ્લાનનો માત્ર નાનકડો ભાગ, જાણો શું છે તાલિબાન કનેક્શન ?

પુલવામા આતંકી હુમલો કાશ્મીર ખીણમાં 30 વર્ષના ખૂની ઇતિહાસની સૌથી મોટી ઘટના છે કે જેમાં આટલા મોટા પાયે જવાનોની ખુવારી થઈ છે. TV9 Gujarati   Web Stories View more Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે? અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત 1 શેર […]

પુલવામા હુમલો મોટા આતંકી પ્લાનનો માત્ર નાનકડો ભાગ, જાણો શું છે તાલિબાન કનેક્શન ?
Follow Us:
| Updated on: Feb 18, 2019 | 3:13 AM

પુલવામા આતંકી હુમલો કાશ્મીર ખીણમાં 30 વર્ષના ખૂની ઇતિહાસની સૌથી મોટી ઘટના છે કે જેમાં આટલા મોટા પાયે જવાનોની ખુવારી થઈ છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

પુલવામા હુમલા બાદ ભારત સરકાર, ભાજપ સહિત અનેક રાજકીય અને સંરક્ષણ નિષ્ણાતો એવું માની રહ્યા છે કે કાશ્મીર ખીણમાં આતંકીઓ વિરુદ્ધ ઑપરેશન ઑલઆઉટની સફળતાથી આતંકી સંગઠનોમાં હતાશાના પરિણામે આ હુમલો થયો છે, પરંતુ સામરિક બાબતોના નિષ્ણાત અજય સાહની આવું નથી માનતાં.

અજય સાહનીનું માનવું છે, ‘આ ઘટના પાકિસ્તાની સેના અને તેની ખુફિયા એજંસી ISIનો હોસલો બતાવે છે કે જેઓ ફફઘાનિસ્તાનમાં શાંતિવાર્તાથી આવનાર પરિણામોથી ઉત્સાહિત છે. પુલવામા ઍટૅકની જવાબદારી લેનાર જૈશ-એ-મોહમ્મદ એ જ આતંકી જૂથ છે કે જે કંધાર વિમાન અપહરણ કાંડ દરમિયાન છોડી મૂકાયેલા મસૂદ અઝહરે સ્થાપ્યુ હતું અને મસૂદ અઝહરને મુક્ત કરાવવાના કાવતરામાં અફઘાનિસ્તાનના તાલિબાની આતંકીઓએ આઈએસઆઈના સમર્થનથી જ વિમાન અપહરણ કાંડને અંજામ આપ્યુ હતું.’

પાકિસ્તાની સેના, આઈએસઆઈ અને તાલિબાનની તિકડી અફઘાનિસ્તાનમાં છેલ્લા 17 વર્ષતી ચાલતા યુદ્ધમાં પોતાને સફળ જોઈ રહ્યા છે, કારણ કે ભારતીય ઉપ મહાદ્વીપની જિયોપૉલિટિક્સ (ભૂ-રાજકીય)ને અસર કરનારી એક મોટી કવાયત પાકિસ્તાનમાં આજે થવા જઈ રહી છે કે જેમાં અફઘાનિસ્તાનના તાલિબાની જૂથના પ્રતિનિધિઓ પાકિસ્તાનમાં અમેરિકન અધિકારીઓ સાથે વાતચીત કરવાના છે.

અજય સાહનીનું કહેવું છે કે પુલવામા હુમલા બાદ સલામતી દળો અને સેના પર દબાણ વધશે. ચૂંટણીના વર્ષમાં સરકાર સામે પણ અનેક પડકારો છે. એવાાં મોટી રણનીતિક પ્રતિક્રિયા માટે સંરક્ષણ, આંતરિક સુરક્ષા અને ખુફિયા ક્ષેત્રે સતત રણનીતિક તૈયારની જરૂર છે.

[yop_poll id=1546]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">