ઇમરાનના યાર નવજ્યોત સિંહ સિદ્ધૂ પર વધુ એક આફત, હવે મુંબઈની FILM CITYમાં સિદ્ધૂ માટે NO ENTRY

ઇમરાનના યાર નવજ્યોત સિંહ સિદ્ધૂ પર વધુ એક આફત, હવે મુંબઈની FILM CITYમાં સિદ્ધૂ માટે NO ENTRY

પુલવામા આતંકી હુમલાને લઈને પાકિસ્તાન પ્રત્યે કૂણું વલણ અખત્યાર કરનાર નવજ્યોત સિંહ સિદ્ધૂની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.

 

કૉંગ્રેસના નેતા, પંજાબ સરકારના પ્રધાન અને પૂર્વ ક્રિકેટર નવજ્યોત સિદ્ધૂ સતત સવાલોના ઘેરામાં ફસાતા જઈ રહ્યા છે. તાજેતરમાં જ તેમને ધ કપિલ શર્મા શોમાંથી હાંકી કાઢવામાં આવ્યો. એટલુ જ નહીં, દેશનો ગુસ્સો તેમની સામે એવો ફાટ્યો કે સોશિયલ મીડિયા પર હૅશટૅગ બાયકૉટ સિદ્ધૂ ટ્રેંડ કરવા લાગ્યો.

હવે લેટેસ્ટ રિપોર્ટ્સ પ્રમાણે સિદ્ધૂને વધુ એક આંચકો લાગ્યો છે. નવજ્યોત સિંહ સિદ્ધૂ સામે મુંબઈમાં ફિલ્મ સિટીમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. મુંબઈમાં ગુરુવારે યોજાયેલી એક બેઠકમાં ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇંડિયા સિને એમ્પ્લૉઇઝ (FWICE)એ આ નિર્ણયની જાહેરાત કરી. સિદ્ધૂ ફિલ્મ સિટી સંકુલમાં જ ધ કપિલ શર્મા શોના એપિસોડ માટે શૂટિંગ કરતા હતાં.

એફડબ્લ્યૂઆઈસીઈએ ગુરુવારે ફિલ્મ સિટીના મૅનેજિંગ ડાયરેક્ટરને એક પત્ર લખીને કહ્યુ હતું કે માત્ર પાકિસ્તાની કલાકારો જ નહીં, પણ નવજ્યોત સિંહ સિદ્ધૂને પણ ફિલ્મ સિટી સંકુલમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવો જોઇએ અને તેમને શૂટિંગની પરવાનગી ન આપવી જોઇએ. આ પત્ર બાદ ઇંડિયન ફિલ્મ એંડ ટેલીવિઝન ડાયરેક્ટર્સ એસોસિએશન (IFTDA)એ ગઈકાલે સિદ્ધૂ પર ફિલ્મી સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવી દીધો.

[yop_poll id=1678]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati