સાડા પાંચ કરોડ અંગ્રેજોની સુરક્ષા ગુજરાતી મૂળના મહિલા હસ્તક, બ્રિટેનના ગૃહ પ્રધાન પ્રીતિ પટેલ સાથે જોડાયેલી ખાસ વાતો

બ્રિટેનના નવા પ્રધાનમંત્રી બોરિસ જોનસનની કેબિનેટમાં ગુજરાતી મૂળના પ્રીતિ પટેલ ગૃહ પ્રધાન બન્યા છે. બ્રિટેનમાં પ્રીતિ પટેલ ભારત અને ગુજરાતી મૂળના પ્રથમ ગૃહ પ્રધાન છે. થેરેસા મેની સરકારમાં પણ તેઓ મહત્વના પદ પર રહી ચૂક્યા છે. થેરેસા મેની સરકાર દરમિયાન તેમના પર ઈઝરાયલ સાથે ખાનગી બેઠક કરવાનો આક્ષેપ લાગ્યો છે. જે બાદ તેમને રાજીનામું આપવું […]

સાડા પાંચ કરોડ અંગ્રેજોની સુરક્ષા ગુજરાતી મૂળના મહિલા હસ્તક, બ્રિટેનના ગૃહ પ્રધાન પ્રીતિ પટેલ સાથે જોડાયેલી ખાસ વાતો
priti patel
Follow Us:
| Updated on: Jul 26, 2019 | 10:31 AM

બ્રિટેનના નવા પ્રધાનમંત્રી બોરિસ જોનસનની કેબિનેટમાં ગુજરાતી મૂળના પ્રીતિ પટેલ ગૃહ પ્રધાન બન્યા છે. બ્રિટેનમાં પ્રીતિ પટેલ ભારત અને ગુજરાતી મૂળના પ્રથમ ગૃહ પ્રધાન છે. થેરેસા મેની સરકારમાં પણ તેઓ મહત્વના પદ પર રહી ચૂક્યા છે. થેરેસા મેની સરકાર દરમિયાન તેમના પર ઈઝરાયલ સાથે ખાનગી બેઠક કરવાનો આક્ષેપ લાગ્યો છે. જે બાદ તેમને રાજીનામું આપવું પડ્યું હતું. પરંતુ હવે ફરી તેમને બ્રિટેનની જોનસન સરકારમાં ગૃહ પ્રધાનનું પદ મળ્યું છે. બ્રિટેનમાં આ પદ પર પાકિસ્તાન મૂળના સાજીદ જાવેદ કાયમ હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

પ્રીતિ પટેલનો ગુજરાત સાથે સંબંધ અને તેમના પરિવાર અંગેની તમામ વાતો

પ્રીતિ પટેલનું પુરું નામ પ્રીતિ સુશીલ પટેલ છે. અને હાલમાં તેમની ઉંમર 47 વર્ષની છે. વર્ષ 2010માં તેઓ પ્રથમ વખત વિટહૈમ શહેરમાંથી સાંસદ ચૂંટાઈને આવ્યા હતા. જે બાદ 2015 અને 2017માં આ જ બેઠક પરથી ફરી ચૂંટાઈને આવ્યા હતા. તેઓ 2014માં પ્રીતિ ટ્રેજરી મિનિસ્ટર બન્યા હતા. અને 2015માં રોજગાર રાજ્યમંત્રી બન્યા હતા. થેરેસા મેની સરકારમાં પ્રીતિ પટેલ 2016માં આંતરરાષ્ટ્રિય વિકાસ વિભાગમાં રાજ્ય સચિવ તરીકે પદ સંભાળ્યું હતું. પરંતુ ઈઝરાયલ વિવાદને લઈ રાજીનામું આપવું પડ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રીતિ પટેલનું શિક્ષણ

પ્રીતિ પટેલ વેસ્ટફિલ્ડ ટેક કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. જે બાદ તેમણે કીલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તો સાથે પ્રીતિ પટેલે એક્સેસ યુનિવર્સિટીમાંથી બ્રિટેશ સરકાર અને પોલિટિક્સમાંથી માસ્ટર ડીગ્રી મેળવી હતી.

priti patel

પ્રીતિ પટેલના માતા-પિતા અંજના અને સુશિલ પટેલ મૂળે ગુજરાતી છે. પરંતુ પ્રીતિ પટેલના જન્મ પહેલા જ તેઓ યુગાંડા ચાલ્યા ગયા હતા. જ્યાંથી તેઓ પલાયન કરીને ઈંગ્લેન્ડના હર્ટફોર્ડશાયરમાં વસવાટ કરવા પહોંચ્યા હતા. પ્રીતિ પટેલનો જન્મ 29 માર્ચ 1972ના દિવસે ઈંગ્લેનડના હૈરોમાં થયો હતો. અને પ્રીતિ માર્ગરેટ થેચરને પોતાના આદર્શ માને છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પ્રીતિ પટેલના લગ્ન

પ્રીતિ પટેલના લગ્ન 2004માં એલેક્સ સોયર નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા, સોયર NASDAQમાં સ્ટોક એક્સચેન્જમાં માર્કેટિંગ કન્સલ્ટન્ટ છે. સાથે તેઓ કાઉન્સિલ ઓફ લંડન બૉરો ઓફ બોક્સલેમાં પણ કેબિનેટ સદસ્ય છે. 2008માં પ્રીતિએ એક દિકરાને જન્મ આપ્યો હતો. જેનું નામ ફ્રેડી છે.

[yop_poll id=”1″]

કોલેજ પુરી કર્યા બાદ પ્રીતિને બ્રિટેનના કન્ઝરવેટિવ રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં નોકરી મળી હતી. અહીંયા તેમણે 1995થી 1997 સુધી કામ કર્યું હતું. વર્ષ 1997માં પ્રીતિએ નોકરી છોડી દીધી હતી. જે બાદ કંઝર્વેટિવ પાર્ટીમાં જોડાયા હતા. અને તેમણે વિલિયમ હૉગની પ્રેસ ઓફિસમાં મીડિયા રિલેશનનું કામ સંભાળ્યું હતું. જે બાદ 2005માં તેમણે પ્રથમ ચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતા.

આ બાદ એક મલ્ટિનેશનલ આલ્કોહોલિક બેવરેજ કંપનીમાં કોર્પોરેટ રિલેશન માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. અને તેઓ નિર્દેશકના પદ સુધી પહોંચ્યા હતા. આ સાથે આલ્કોહલના પ્રભાવની અસરના મુદ્દે અને પોલિસી પર પણ કામ કર્યું હતું. ડેવિડ કેમરુનને પ્રીતિ પટેલને એક અસકારક ઉમેદવાર કહ્યા હતા. અને 2010થી તેઓ ચૂંટણી જીતીને પોતાના કેરિયરમાં આગળ વધી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">