આ ‘આતંકવાદી’એ ખૂંખાર આતંકવાદીઓના છક્કા છોડાવી દીધા હતાં, આજે મળ્યો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર, જાણો તેમની શૌર્યગાથા

જમ્મુ-કાશ્મીરના લાયંસ નાયક નઝીર અહમદ વાની યાદ છે ? કોઈ વાત નહીં, જો વાની આપના મગજમાંથી વિસ્મૃત થઈ ગયા હો, તો અમે આપને યાદ અપાવી દઇએ. નઝીર અહમદ વાની હવે બે અંકો વાળા કોઇક સવાલનો ભાગ બની જશે અને આ સવાલનો જવાબ જાણ્યા બાદ આપ આ શૂરવીરને ક્યારેય ભૂલી નહીં શકો. Web Stories View more […]

આ ‘આતંકવાદી’એ ખૂંખાર આતંકવાદીઓના છક્કા છોડાવી દીધા હતાં, આજે મળ્યો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર, જાણો તેમની શૌર્યગાથા
Follow Us:
| Updated on: Jan 26, 2019 | 5:27 AM

જમ્મુ-કાશ્મીરના લાયંસ નાયક નઝીર અહમદ વાની યાદ છે ? કોઈ વાત નહીં, જો વાની આપના મગજમાંથી વિસ્મૃત થઈ ગયા હો, તો અમે આપને યાદ અપાવી દઇએ.

નઝીર અહમદ વાની હવે બે અંકો વાળા કોઇક સવાલનો ભાગ બની જશે અને આ સવાલનો જવાબ જાણ્યા બાદ આપ આ શૂરવીરને ક્યારેય ભૂલી નહીં શકો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

નઝીર વાની છેલ્લે નવેમ્બર-2018માં ચર્ચામાં આવ્યા હતાં કે જ્યારે તેમણે એક-બે નહીં, પણ પૂરા 6 આતંકીઓ સામે બાથ ભીડતાં શહીદી વહોરી હતી.

કેન્દ્ર સરકારે નઝીર વાનીના આ સાહસને સલામ કર્યું છે. સરકારે શહીદ નઝીર વાનીને મરણોપરાંત અશોક ચક્ર પુરસ્કારથી સન્માનિત કર્યા છે. શહીદ વાનીના પત્ની અને માતાએ ભીની આંખો સાથે રાષ્ટ્રપતિ કોવિંદના હાથે અશોક ચક્ર પુરસ્કાર પ્રાપ્ત કર્યો.

નઝીર વાનીને એટલા માટે યાદ રાખવા જોઇએ, કારણ કે તેઓ કાશ્મીરમાં આતંકના માર્ગે ચાલનારાઓમાં મુખ્ય ધારામાં જોડાવાનો આશાવાદ જગાડે છે.

વાની પોતે આ વાતની એક નઝીર (દૃષ્ટાંત) છે કે બંદૂકના રસ્તે કોઈ મંજિલ સુધી નથી પહોંચી શકાતું. પછી તે લડાઈ કોઈ કોમ માટે, વિચારધારા માટે કે કોઈ મુલ્ક માટે કેમ ન હોય.

એક સમયે આતંકવાદી હતાં નઝીર વાની

જમ્મુ-કાશ્મીરના કુલગામ તાલુકામાં આવેલા અશ્મૂજી ગામના રહેવાસી નઝીર અહમદ વાની એક સમયે પોતે આતંકવાદી હતાં. વાની જેવાઓ માટે કાશ્મીરમાં ‘ઈખ્વાન’ શબ્દ ઉપયોગ કરવામાં આવે છે. વાની બંદૂક હાથમાં લઈ કોણ જાણે કોના-કોનાથી કઈ-કઈ બાબતોનો બદલો લેવા નિખલ્યા હતાં, પરંતુ થોડાક જ સમયમાં તેમને ભૂલનો અહેસાસ થયો અને તેમણે આતંકવાદનો રાહ છોડ્યો. વાનીએ માત્ર આતંકવાદનો માર્ગ જ નહોતો છોડ્યો, પણ ભારતીય સેનામાં પણ જોડાઈ ગયા હતાં.

6 આતંકીઓને ઘેરી લીધા વાનીએ

23 નવેમ્બર, 2018ના રોજ નઝીર વાની 34મી રાષ્ટ્રીય રાઇફલ્સના સાથીઓ સાથે ડ્યૂટી પર હતાં, ત્યારે ઇન્ટેલિજંસ તરફથી ઇનપુટ મળ્યું કે શોપિયાંના બટાગુંડ ગામે હિઝ્બુલ તથા લશ્કરના 6 આતંકવાદીઓ સંતાયેલા છે. ઇનપુટ આ પણ હતું કે આ આતંકવાદીઓ ભારે પ્રમાણમાં હથિયાર છે. વાની અને તેમની ટીમને આતંકવાદીઓને ભાગવાનો રસ્તો રોકવાની જવાબદારી સોંપવામાં આવી.

રાષ્ટ્રપતિના સચિવ તરફથી જાહેર કરાયેલી પ્રેસ નોટ કહે છે, ‘લાંસ નાયક વાનીએ બે આતંકીઓને મારી નાખ્યા અને પોતાના ઘાયલ સાથીને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં અને આ પ્રયત્નમાં જ તેઓ શહીદ થઈ ગયાં. વાની અને તેમની ટીમ તરફથી ખતરો જોઈ આતંકવાદીઓએ ભારે ગોળીબાર શરુ કર્યો અને ગ્રૅનેડ પણ ફેંક્યા. આતંકીઓ બેબાકળા બની ગયા હતાં અને તે જ વખતે વાનીએ એક આતંકવાદીને નજીકથી ગોળી મારી તેનો ખાત્મો બોલાવી દિધો. આ એનકાઉનટરમાં વાની અને તેમના સાથીઓએ કુલ 6 આતંકવાદીઓને ઠાર કર્યા હતાં. આમાંથી બે આતંકીઓને તો વાનીએ પોતે માર્યા હતાં.’

આ એન્કાઉન્ટરમાં નઝીર વાની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયાં અને હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થઈ ગયું. 26 નવેમ્બરે અંતિમ સંસ્કારથી પહેલા તેમના ગામમાં તેમને 21 તોપોની સલામી અપાઈ.

[yop_poll id=815]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">