પેટાચૂંટણીના પરિણામનું પોસ્ટમોર્ટમઃ અમરાઈવાડી બેઠક પર એકલા હાથે ઉમેદવારોએ લડી ચૂંટણી!

અમરાઈવાડી બેઠકની પેટાચૂંટણી આ વખતે બંને રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી ત્યારથી રસપ્રદ હતી. ભાજપે પોતાની પરંપરા પ્રમાણે આ બેઠક પર ચાલતા તમામ નામોને સાઈડમાં મૂકી સ્વચ્છ પ્રતિભા ધરાવતા સ્થાનિક ચહેરા અને ભાજપના પાયાના કાર્યકર્તા એવા જગદીશ પટેલને ટિકિટ આપી હતી. જો કે આ નામની જાહેરાત થતાની સાથે જ શહેર સંગઠનથી […]

પેટાચૂંટણીના પરિણામનું પોસ્ટમોર્ટમઃ અમરાઈવાડી બેઠક પર એકલા હાથે ઉમેદવારોએ લડી ચૂંટણી!
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 26, 2019 | 10:23 AM

અમરાઈવાડી બેઠકની પેટાચૂંટણી આ વખતે બંને રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી ત્યારથી રસપ્રદ હતી. ભાજપે પોતાની પરંપરા પ્રમાણે આ બેઠક પર ચાલતા તમામ નામોને સાઈડમાં મૂકી સ્વચ્છ પ્રતિભા ધરાવતા સ્થાનિક ચહેરા અને ભાજપના પાયાના કાર્યકર્તા એવા જગદીશ પટેલને ટિકિટ આપી હતી. જો કે આ નામની જાહેરાત થતાની સાથે જ શહેર સંગઠનથી માંડીને પ્રદેશ નેતૃત્વના અનેક નેતાઓના પેટમાં તેલ રેડાયું હતું. જેના કારણે શરૂઆતથી અંત સુધી ભાજપમાં ‘કહેવાતા’ દિગગજ નેતાઓએ પ્રચારમાંથી અળગા રાખ્યા હતા. જેની સીધી અસર મતદાન પર દેખાઇ હતી.

આ પણ વાંચોઃ હરિયાણામાં JJP અને BJPના ગઠબંધનની સરકારઃ દિવાળીના દિવસે મનોહર ખટ્ટર લેશે શપથ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જો બીજી તરફ કોંગ્રેસે પોતાની રણનીતિના ભાગ પ્રમાણે સ્થાનિક અને યુવા ચહેરા ધર્મેન્દ્ર પટેલને ટિકિટ આપી હતી. પાટીદાર સમાજમાં પ્રભુત્વ, વિસ્તારમાં સતત સંપર્ક અને સ્વચ્છ છબીદારને આ વખતે કોંગ્રેસે પણ પ્રાધાન્ય આપ્યું. આ રીતે અમરાઈવાડી બેઠક પર પાટીદાર vs પાટીદારનો જંગ જામ્યો હતો. જીત ચોક્કસ ભાજપની થઈ અને આ બેઠક પર અને સતત ત્રીજી વખત આ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો. પરંતુ અંતિમ EVMની ગણતરી સુધી બંને ઉમેદવારોના જીવ તાળવે ચોંટેલા હતા.

અમદાવાદમાં અત્યાર સુધીમાં ઇતિહાસની આ પહેલી ઘટના છે કે, અંતિમ EVMની ગણતરી સુધી કૉંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ આગળ ચાલી રહ્યા હતા. જો કે આ બેઠક પર ભાજપ હોય કે કોંગ્રેસ બંને સંગઠન નિષ્ક્રિય રહ્યા હતા. તેની સામે બન્ને પક્ષના ઉમેદવાર જગદીશ પટેલ અને ધર્મેન્દ્ર પટેલે બેઠક જીતવા માટે એકલા હાથે જ પોતાની ટીમ સાથે એડીચોટીનું જોર લગાવ્યું હતું. જેની સીધી અસર પરિણામો પર જોવા મળી. અત્યાર સુધીની સૌથી ઓછી લીડ આ બેઠક પર ભાજપને મળી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો ભાજપની વાત કરવામાં આવે તો જીતવું એ ભાજપની રણનીતિ રહી છે. જો કે આ બેઠક પર શહેર સંગઠનમાં નેતાઓ પ્રદેશ સંગઠન તથા સરકારના મંત્રીઓ વચ્ચે જાણે ‘પોતાના’ જ વ્યક્તિને ટિકિટ મળે એ રીતની હોડ લાગી હતી. જો કે કેન્દ્રીય નેતૃત્વએ પાર્ટીને વફાદાર એવા જગદીશ પટેલની ટિકિટ આપતા તમામના અરમાનો પર ઠડું પાણી ફેરવીને સંગઠનમાં ચાલી રહેલો કોલ્ડવૉર બંધ કરવાનો સ્પષ્ટ મેસેજ આપ્યો.

ભાજપમાં કેન્દ્રીય નેતૃત્વ સામે વિરોધનો સૂર ઉઠાવવાની તાકાત નથી અથવા તો, આ પ્રકારની પ્રવૃતિના શું પરિણામ આવી શકે. તેનાથી ખૂબ વાકેફ છે. એના કારણે નિર્ણયને તો માથે ચઢાવ્યો પરંતુ અંદરખાને નારાજગી હોવાના કારણે પ્રચારથી દૂર રહ્યા હતા. સૌથી વધુ એક્ટિવ ગણાતું અમદાવાદ શહેરનું સંગઠન નિષ્સક્રિય ભૂમિકામાં આવી ગયું. જો કે આ વાતનો અંદાજના આવે એ માટે જાહેર કાર્યક્રમોમાં ચોક્કસ હાજરી આપવામાં આવતી હતી. અમરાઈવાડી પેટાચૂંટણી હોવા છતાં કન્યા પૂજનના કાર્યક્રમનું આયોજન મણિનગર વિધાનસભામાં રાખીને જગદીશ પટેલને કાર્યક્રમમાંથી અળગા રાખવામાં આવ્યા હતા. હિન્દી ભાષી નેતાઓ છેક સુધી પ્રચારથી દૂર રહ્યા હતા.

Image may contain: 5 people, people smiling, people standing

જો કે શરૂઆતથી જ ભાજપ ઉમેદવાર જગદીશ પટેલ આ સ્થિતિને ભાંપી ગયા હતા. અને પોતાની જ ટીમ બનાવી જાહેર સભા, રેલીથી માંડીને ડોર ટુ ડોર પ્રચારની રણનીતિ બનાવવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં પ્રચાર કેમ્પઈનની પણ રણનીતિ અલગથી બનાવવામાં આવી. પરંતુ મતદારને બુથ સુધી લાવવામાં ગત ચૂંટણી જેટલી સફળતા ન મળી કેમ કે, ભાજપે મતદારોને બૂથ સુધી લાવવા જ પેજપ્રમુખની ટીમ બનાવી છે. અમદાવાદમાં 2500થી વધુ પેજપ્રમુખ હતા. જે હંમેશા સક્રિય ભૂમિકામાં હોય છે. અને સતત ટીમનું મોનિટરિંગ થાય છે. જો કે આ વખતે પણ પેજ પ્રમુખના સંમેલન થયા પ્રશિક્ષણ અપાયું. પરંતુ ચૂંટણીના મેદાનમાં એમની સક્રિયતા જોવા મળી નહી. જેના કારણે સૌથી ઓછું મતદાન આ બેઠક પર થયું.

Image may contain: 1 person, crowd

જો કે છેલ્લા EVMએ ભાજપને જીત આપી. પરંતુ પાર્ટીમાં જ થઈ રહેલી પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિની ગંભીર નોંધ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા લેવામાં આવી છે. શહેરી વિસ્તાર ભાજપની વોટબેંક માનવામાં આવે છે. અને એમાં પણ અમરાઈવાડી વિધાનસભા 2012ના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી વિધાનસભા છે. જેનો પહેલા મણિનગર વિધાનસભામાં સમાવેશ થતો હતો. જ્યાંથી PM મોદી રાજ્યમાં મુખ્યપ્રધાન હતા ત્યારે ચૂંટણી લડતા હતા. લોકસભાની ચૂંટણીમાં 50,000થી વધુની લીડ 370 નાબુદી બાદ યોજાયેલી ચૂંટણીમાં અમરાઈવાડીના પરિણામ બેઠક જતા-જતા રહી ગઈ હોય એવી સ્થિતિનું છે. જેની કેન્દ્રીય નેતૃતવ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે.

બીજી તરફ જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો, કોંગ્રેસ ક્યારેય ચૂંટણી આ મેદાનમાં એક થઈને લડતી હોય એવા કિસ્સા ઓછા જોવા મળ્યા છે. જીતના વિશ્વાસ કરતા હારનો ડર એમને પહેલે જ ચૂંટણીના મેદાનમાં મહાત આપી જાય છે. આવું જ કઈ આ બેઠક પર પણ કોંગ્રેસનું વલણ જોવા મળ્યું. કોંગ્રેસે જે ચહેરાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. એ

Image may contain: 3 people, people standing

ધર્મેન્દ્ર પટેલ વર્ષો સુધી ભાજપના સમર્થક રહ્યા હતા અને વર્ષ 2017માં આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું. જે બાદ કોંગ્રેસનો વિધિવત રીતે ખેસ ધારણ કર્યો હતો. ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ સાથે પણ તેમને ઘરોબો હતો. બંને ઉમેદવારો એક જ રાજકીય ગોત્રના હોવાના કારણે ભાજપની પ્રચારની અને જીતની રણનીતિથી તેઓ ખૂબ સારી રીતે વાકેફ હતા. જેથી એટલા માટે જ એમને પોતાના પ્રચારની એક પ્રકારની રણનીતિ ઘડી હતી.

Image may contain: 7 people, people sitting and indoor

ધર્મેન્દ્ર પટેલ વ્યવસાયે બિલ્ડર અને મિલનસાર સ્વભાવના કારણે અમરાઈવાડીમાં વિરોધીઓની સંખ્યા જૂજ છે. એસપીજીના અમદાવાદ યુનિટના પ્રમુખ રહી ચૂક્યા છે. યુવા, પાટીદાર અને સ્વચ્છ છબી હોવાના કારણે કોંગેસે જીતવા માટે ધર્મેન્દ્ર પટેલના હાથનો સહારો તો લીધો. પરંતુ જે રીતે સંગઠિત થઈને કોંગ્રેસને ચૂંટણીના મેદાનમાં ઉતારવું જોઈએ તેમાં કચાશ જોવા મળી. જો કોંગ્રેસના નેતાઓ હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમાર દ્વારા જો એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હોત તો, હિન્દી ભાષી તથા દલિત મતદારોની મોટી સંખ્યામાં કોંગ્રેસ તરફી મતદાન લાવવામાં સફળતા મળી હોત. અને પરિણામ પણ કંઈક અલગ જ સામે આવ્યું હોત. પોતાના આગવા પ્રચાર કેમ્પઈન અને રણનીતિના કારણે ધર્મેન્દ્ર પટેલ ચૂંટણીના દિવસોમાં સતત ચર્ચામાં રહ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લોકોમાં પણ એમની માટે એક અલગ છાપ જોવા મળી. અને આ જ કારણથી મત ગણતરીના દિવસે ભાજપ જેટલા જ સમર્થકો કોંગ્રેસના સેન્ટરની બહાર જોવા મળ્યા. અને અંતિમ રાઉન્ડ સુધી કૉંગ્રેસ આગળ જોવા મળી હતી. જો કે કોંગ્રેસની નિષ્ક્રિયતા ધર્મેન્દ્ર પટેલને ભારે પડી અને હારનું કારણ પણ બની. પરંતુ હાર બાદ પણ મોટી સંખ્યામાં સમર્થકોએ તેમની માટે રેલી કરી હતી. જો કે આ રેલી કોંગ્રેસ કરતા ઉમેદવાર માટે વધારે હતી. એટલે જ કહી શકાય છે કે, આ બેઠક પર રાજકીય પક્ષો કરતા બન્ને ઉમેદવારએ ચૂંટણીના મેદાનમાં જંગ લડી અને પરિણામ સુધી પહોંચ્યા. જો કે જીત એ જીત છે. ભલે એક વોટથી જ કેમ ના હોય. ત્યારે ચૂંટણીના મેદાનમાં ફરી એક વાર ભાજપની જીત થઈ અને કોંગ્રેસની હાર થઈ છે. સાથે જ એક રોચક ચૂંટણીનો પરિણામ સાથે અંત આવ્યો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">