ચક્રવાતની ચેતવણી હોવા છતાં શા માટે Barge P-305 સલામત સ્થળે ના ગયુ તેની પોલીસ કરશે તપાસ

ચક્રવાત તાઉ તે ને કારણે મુંબઈથી 35 નોટિકલ માઇલ્સ દૂર (nautical miles) ડૂબી ગયેલા જહાજ બાર્જ પી -305 માંથી 26 લાશ મળી આવી છે અને 49 લોકો લાપતા છે. 

ચક્રવાતની ચેતવણી હોવા છતાં શા માટે Barge P-305 સલામત સ્થળે ના ગયુ તેની પોલીસ કરશે તપાસ
Barge P-305 સલામત સ્થળે ના ગયુ તેની પોલીસ કરશે તપાસ
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: May 19, 2021 | 11:52 PM

મુંબઇથી બાર્જ પી -305 માંથી 26 મૃતદેહો મળી આવ્યા, 49 હજી લાપતા છે. ચક્રવાત તાઉ તે ને કારણે મુંબઈથી 35 નોટિકલ માઇલ્સ દૂર (nautical miles) ડૂબી ગયેલા જહાજ બાર્જ પી -305 માંથી 26 લાશ મળી આવી છે અને 49 લોકો લાપતા છે. સોમવારે સાંજે મુંબઇના દરિયાકાંઠેથી ડૂબી ગયેલી બાર્જ પી -305 ડૂબવાની ઘટના અંગે મુંબઇ પોલીસ તપાસ કરશે.

  બુધવારે દક્ષિણ મુંબઈની યેલો ગેટ (Yello Gate Police) પોલીસે Barge P 305 પરના 26 વ્યક્તિઓની લાશ બહાર કાઢી હોવાના સંબંધમાં અકસ્માત મૃત્યુ અહેવાલ (ADR- Accidental Death Report) નોંધ્યો હતો.

બાર્જ પી -305 પર 261 વ્યક્તિયો સવાર હતા. તેમાંથી 186 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે 49 હજુ સુધી ગુમ છે. નેવીના પ્રવક્તાએ બુધવારે 26 ના મોતની પુષ્ટિ કરી હતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ચક્રવાત દ્વારા અસરગ્રસ્ત આ બાર્જ અને અન્ય બે બાર્જ એફકોન્સ (Afcons) દ્વારા રાજ્યના માલિકીની ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) તરફથી મળેલા કરાર માટે ગોઠવવામાં આવ્યા હતા.

 પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કામ કરતા લોકોના મૃતદેહને બુધવારે સવારે આઈ.એન.એસ. કોચી (INS Kochi) દ્વારા મુંબઇ લાવવામાં આવ્યા હતા અને વધુ 18 લોકોને આઈએનએસ કોલકાતા (INS Kolkata) દ્વારા લાવવામાં આવ્યા હતા.

પોલીસ હવે આ મામલે જાણવાની કોશિશ કરી રહી છે કે આ બાર્જ પી 305 રહેઠાણના નૌકા શાખામાં, જે દરિયાકાંઠે કામ કરતા કર્મચારીઓના રહેવાસી મકાનો હતા – ચક્રવાત વિશે વારંવાર ચેતવણી આપ્યા છતાં પણ તે ત્યાં થી હટાવવાયુ કેમ નહી. આ અંગે હવે બચાવવામાં આવેલા લોકોનાં નિવેદનો પોલીસ દ્વારા નોંધવામાં આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે તેઓ શિપિંગ ના ડિરેક્ટર જનરલ અને અન્ય સંબંધિત ઓએનજીસીના અધિકારિયોના અભિપ્રાય મેળવશે.

 બચાવેલ લોકોના નામ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) અને એફકોન્સને પહોંચાડવામાં આવ્યા છે. નેવલ જહાજો આઇએનએસ ટેગ, બેટવા, બીસ, પી -8 આઇ વિમાન અને સીકિંગ હેલિકોપ્ટર દ્વારા શોધ અને બચાવ કામગીરી હજી પણ ચાલુ છે.

મુંબઇના દરિયાકાંઠે બોમ્બે હાઈમાં સંશોધન હેતુ માટે એફકોન્સના ત્રણ બાર્જ જહાજ અને ઓએનજીસીની એક ડ્રિલિંગ રીગ તૈનાત હતી જે એએનજીસીના પ્રોજેક્ટ પર કામ કરતા હતા. મુંબઈના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં ફેલાયેલા ચક્રવાત તાઉ તે ના અડફેટમાં આવતા 17 મે ના પ્રારંભિક કલાકોમાં બાર્જ પી- 305 ડૂબવાની ઘટના બની હતી. 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">