દેશમાં પ્રથમ વખત ટિક-ટોક, ટ્વીટર અને વોટસએપની વિરૂદ્ધ દાખલ થયો ક્રિમિનલ કેસ, જાણો કેમ
હૈદરાબાદમાં દેશમાં પ્રથમવખત ભારતીય ટિક ટોક, ટ્વિટર અને વોટસએપના સંચાલન સામે ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. નામપલ્લી ક્રિમિનલ કોર્ટના આદેશ પર ટિક ટોક, ટ્વીટર અને વોટસએપની વિરૂદ્ધ કેસ દાખલ થયો છે. Web Stories View more અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત 1 શેર પર ટાટા કંપની […]
હૈદરાબાદમાં દેશમાં પ્રથમવખત ભારતીય ટિક ટોક, ટ્વિટર અને વોટસએપના સંચાલન સામે ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. નામપલ્લી ક્રિમિનલ કોર્ટના આદેશ પર ટિક ટોક, ટ્વીટર અને વોટસએપની વિરૂદ્ધ કેસ દાખલ થયો છે.
મળતી માહિતી મુજબ નામપલ્લી કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું કે દેશની વિરૂદ્ધ જાણી જોઈને ઘણા લોકો ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારા વીડિયો પોસ્ટ વાયરલ કરી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અરજીમાં કહેવામાં આવ્યું કે ભારતીય ટિકટોક, ટ્વીટર અને વોટસએપ ગ્રુપમાં પાકિસ્તાનના રહેવાસી સામેલ છે. CAA અને NRCની વિરૂદ્ધ પાકિસ્તાનના લોકો વીડિયો પોસ્ટ કરી રહ્યા છે. પરંતુ ભારતમાં પોસ્ટ કરાયેલા આ વીડિયોને વાયરલ કરવામાં આવી રહ્યા છે.
નામપલ્લી કોર્ટે અરજીમાં દાખલ પુરાવાના આધાર પર ભારતીય ટિક ટોક, ટ્વીટર અને વોટસએપના સંચાલકોની વિરૂદ્ધ જરૂરી કાર્યવાહી કરવાનો સાઈબર ક્રાઈમ પોલીસને આદેશ કર્યો છે. તેને લઈ સાઈબર ક્રાઈમ પોલીસ આવનારા 2 દિવસમાં ભારતીય ટિક ટોક, ટ્વીટર અને વોટસએપને નોટીસ આપવાની તૈયારી કરી રહી છે. ત્યારે સાઈબર ક્રાઈમ પોલીસે તમામ એપ્લિકેશન સંચાલકોની વિરૂદ્ધ 153 (A), 121 (A), 294, 505 અને રેડ વિથ 156(3) હેઠળ કેસ દાખલ કર્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: દેશભરના 15 હજાર જવેલર્સને આવકવેરા વિભાગે આ કારણથી ફટકારી નોટિસ
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]