યુવા વૈજ્ઞાનિકોને PM મોદીની અપીલ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ શોધો

વડાપ્રધાન મોદીના કર્ણાટક પ્રવાસનો બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના કાર્યક્રમમાં સામેલ થયા છે. ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના 107માં સેશનને વડાપ્રધાને સંબોધિત પણ કર્યુ. PMએ યુવા વૈજ્ઞાનિકોને દેશના વિકાસ અને સામાન્ય લોકોના જીવનને સરળ બનાવનારી ટેક્નીકને ડેવલપ કરવા માટે કામ કરવાનું કહ્યું છે. PM Modi at #IndianScienceCongress : I am very happy that one […]

યુવા વૈજ્ઞાનિકોને PM મોદીની અપીલ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ શોધો
Follow Us:
| Updated on: Jan 03, 2020 | 6:39 AM

વડાપ્રધાન મોદીના કર્ણાટક પ્રવાસનો બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના કાર્યક્રમમાં સામેલ થયા છે. ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના 107માં સેશનને વડાપ્રધાને સંબોધિત પણ કર્યુ. PMએ યુવા વૈજ્ઞાનિકોને દેશના વિકાસ અને સામાન્ય લોકોના જીવનને સરળ બનાવનારી ટેક્નીકને ડેવલપ કરવા માટે કામ કરવાનું કહ્યું છે.

વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમમાં I-STEM પોર્ટલને લોન્ચ કર્યુ. જે રિસર્ચના ક્ષેત્રમાં કામ કરશે. વડાપ્રધાને આ કાર્યક્રમમાં કહ્યું કે મારા નવા દાયકાની શરૂઆત વિજ્ઞાનના કાર્યક્રમથી થઈ રહી છે. પહેલા જ્યારે હું બેંગલુરૂ આવ્યો હતો ત્યારે ચંદ્રયાન લોન્ચ થઈ રહ્યું હતું. રિસર્ચનું ઈકોસિસ્ટમ આ શહેરે વિકસિત કર્યુ છે. જેનાથી જોડાવવું દરેક યુવાનું સપનું હોય છે પણ આ સપનાનો આધાર માત્ર તેમની પ્રગતિ નહીં પણ દેશ માટે કંઈક કરવાથી આ સપનું જોડાયેલું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વડાપ્રધાને કહ્યું દેશ આજે વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધ્યો છે. આ સતત 10 ટકાની ઝડપથી વધી રહ્યો છે, જ્યારે દુનિયાની ઝડપ 4 ટકા જ છે. ઈનોવેશન ઈન્ડેક્સની રેન્કિંગમાં ભારત ખુબ ઉપર આવ્યું છે, આ ઝડપ આ રીતે જ આગળ વધતી રહેવી જોઈએ. ભારતના વિકાસની યાત્રા વિજ્ઞાનના હાથમાં છે. હવે જરૂરિયાત છે કે દેશના યુવા વૈજ્ઞાનિક સામાન્ય લોકોની ભલાઈ માટે કામ કરે.

દેશને આગળ વધારવા માટે યુવાઓને 4 સ્ટેપ પર આગળ વધવું પડશે. તે 4 સ્ટેપ છે ઈનોવેટ, પેટન્ટ, પ્રોડેક્શન, પ્રોસ્પર વડાપ્રધાને કહ્યું કે ન્યૂ ઈન્ડિયાને ટેક્નોલોજી પણ જોઈએ અને લોજીક પણ. ભારતના સમાજને જોડવાનું કામ સાઈન્સ દ્વારા કરવામાં આવી શકે છે. આજે ભારતમાં સસ્તા ફોન બની રહ્યા છે. તેની પહોંચ દરેક લોકોની પાસે છે અને ગરીબ પણ સરકાર સાથે જોડાઈ શકે છે. છેલ્લા 5 વર્ષમાં રૂલર ડેવલપમેન્ટના વિકાસને દેશે મહેસૂસ કર્યો છે. સ્વચ્છ ભારત- આયુષ્યમાન ભારત તેનું ઉદાહરણ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વડાપ્રધાને વધુમાં કહ્યું કે દેશે સિંગલ યૂઝ પ્લાસ્ટિકને ખત્મ કરવાનો સંકલ્પ લીધો છે. જેથી પશુ-પર્યાવરણને બચાવી શકાય, વૈજ્ઞાનિકોને પ્લાસ્ટિકનો કોઈ વિકલ્પ શોધવો જોઈએ, જેથી સામાન્ય માણસને કોઈ મુશ્કેલી ના પડે. તમે જે સમાધાન આપશો, તેને લઘુ ઉદ્યોગ બજારમાં ઉતારી શકીશું, અમારો પ્રયત્ન 2022 સુધી કાચાતેલની આયાતને 10 ટકા સુધી ઓછો કરવાનો છે, તેના માટે અમે દેશમાં બાયો ફ્યૂલ જેવા ક્ષેત્રમાં કામ કરવુ પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">