PM MODI LIVE: બજેટ સત્ર પહેલા વડાપ્રધાન મોદીનું સંબોધન, કહ્યું આ સત્ર ભારત માટે ઘણું મહત્વનું

PM MODI LIVE: વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ દશક ભારતનાં ઉજ્જવળ ભવિષ્ય માટે અગત્યનો બની રહેશે. વર્ષ 2020થી મીની બજેટનો સીલસીલો શરૂ થયો છે. સરકાર ઈચ્છે છે કે તમામ મુદ્દાઓ પર વાતચીત થાય. 

PM MODI LIVE: બજેટ સત્ર પહેલા વડાપ્રધાન મોદીનું સંબોધન, કહ્યું આ સત્ર ભારત માટે ઘણું મહત્વનું
બજેટ સત્ર પહેલા વડાપ્રધાન મોદીનું સંબોધન
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Feb 01, 2021 | 4:25 PM

PM MODI LIVE: વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ દશક ભારતનાં ઉજ્જવળ ભવિષ્ય માટે અગત્યનો બની રહેશે. વર્ષ 2020થી મીની બજેટનો સીલસીલો શરૂ થયો છે. સરકાર ઈચ્છે છે કે તમામ મુદ્દાઓ પર વાતચીત થાય. તેમણે જણાવ્યું કે 2021નું બજેટ, 2020ના વર્ષમાં અપાયેલા નાના નાના 4-5 બજેટની શ્રૃખલામાં રહેશે.સંસદના અંદાજપત્ર સત્ર શરૂ થયા પૂર્વે નરેન્દ્ર મોદીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, 2020ના વર્ષમાં નાણાપ્રધાન નિર્મલા સિતારમણે, એક પ્રકારના નાના નાના 4થી 5 બજેટ રજૂ કર્યા છે. આજથી શરૂ થતુ બજેટ સત્ર પણ 2020ના વર્ષમાં રજૂ કરાયેલા બજેટની શ્રૃખલાના જ રહેશે.

તેમણે એમ પણ જણાવ્યું કે આઝાદીના દિવાનાઓએ જે સ્વપ્ન જોયા હતા તે પૂર્ણ કરવાનો અવસર આવ્યો છે. સત્રમાં પૂરા દશકને ધ્યાને રાખીને ચર્ચા થાય, વિચારો રજૂ થાય અને ઉત્તમ મંથનથી અમૃત પ્રાપ્ત થાય. લોકતંત્રની તમામ મર્યાદાનું પાલન કરીને, યોગદાન આપવામાં કોઈ પાછળ નહી રહે તેવો વિશ્વાસ છે. આ બજેટ સત્ર છે, ભારતના ઈતિહાસમાં પહેલી વાર થયુ કે 2020માં એક નહી આપણને નાણા પ્રધાને અલગ અલગ પેકેજ સ્વરૂપે નાનુ બજેટ આપવુ પડ્યુ. 2020 એક પ્રકારે નાના બજેટનુ વર્ષ રહ્યું. આ બજેટ પણ એ ચાર પાંચ બજેટની શ્રૃખલામાં જોવા મળશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">