બજેટ પહેલા PM મોદીની અર્થશાસ્ત્રીઓ સાથે ખાસ બેઠક, આર્થિક વૃદ્ધિ અને રોજગારીના મુદ્દા પર ચર્ચા

5 જુલાઈએ બજેટ રજૂ થાય તે પહેલા પીએમ મોદી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજી છે. દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે પીએમ મોદીની આગેવાનીમાં બેઠક યોજાઈ છે. જેમાં કેબિનેટ પ્રધાનો અને નીતિ આયોગના અધિકારીઓ પણ હાજર છે. દેશની આર્થિક વૃદ્ધિને લઇ ચર્ચા કરવા અર્થશાસ્ત્રીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ છે. આર્થિક વૃધ્ધિને તેજ કરવી, રોજગારીની તકો ઉભી કરવી અને […]

બજેટ પહેલા PM મોદીની અર્થશાસ્ત્રીઓ સાથે ખાસ બેઠક, આર્થિક વૃદ્ધિ અને રોજગારીના મુદ્દા પર ચર્ચા
Follow Us:
| Updated on: Jun 22, 2019 | 2:12 PM

5 જુલાઈએ બજેટ રજૂ થાય તે પહેલા પીએમ મોદી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજી છે. દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે પીએમ મોદીની આગેવાનીમાં બેઠક યોજાઈ છે. જેમાં કેબિનેટ પ્રધાનો અને નીતિ આયોગના અધિકારીઓ પણ હાજર છે. દેશની આર્થિક વૃદ્ધિને લઇ ચર્ચા કરવા અર્થશાસ્ત્રીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ છે. આર્થિક વૃધ્ધિને તેજ કરવી, રોજગારીની તકો ઉભી કરવી અને આર્થિક નીતિની રૂપરેખા પર બેઠકમાં વિશેષ ચર્ચા થશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજ્યસભાની 2 બેઠક પર ચૂંટણી માટે 25 તારીખે કોંગ્રેસના 2 ઉમેદવારો ફોર્મ ભરી શકે છે

પીએમ મોદી દેશના પ્રમુખ અર્થશાસ્ત્રીઓ તથા વિશેષજ્ઞોના મતને જાણશે. આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાનો, નીતિ આયોગના અધિકારીઓ, પ્રમુખ અર્થશાસ્ત્રીઓ, આર્થિક ક્ષેત્રના વિશેષજ્ઞો અને ઉદ્યોગપતિઓ પણ સામેલ હશે. બજેટ અગાઉ અર્થશાસ્ત્રીઓ સાથે સરકારની આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહત્વનું છે કે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 5 જુલાઇના રોજ સંસદમાં બજેટ રજૂ કરશે. આ અગાઉ નાણાપ્રધાન અલગ-અલગ સંગઠનો અને અધિકારીઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે. બજેટ અગાઉ અને નવી સરકાર બન્યા બાદ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાની પ્રથમ જીએસટી કાઉન્સીલ સાથે પણ તેમણે બેઠક કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">