PM Modi-driverlessmetroનું સપનું સાકાર, આજથી દિલ્હી મેટ્રો માટે નવો અધ્યાય

| Updated on: Dec 28, 2020 | 11:47 AM

PM Modi-driverlessmetroનું સપનું સાકાર, આજથી દિલ્હી મેટ્રો માટે નવો અધ્યાય

વડાપ્રધાન મોદીએ દેશની પ્રથમ ડ્રાઈવરલેસ ટ્રેનને લીલીઝંડી આપી. દેશની પ્રથમ ડ્રાઈવરલેસ ટ્રેનની મુસાફરી 37 કિલોમીટરની હશે. આ ટ્રેન દિલ્હી મેટ્રોના ભાગમાં હશે. દિલ્હી મેટ્રોએ ડ્રાઈવરલેસ ટ્રેનને એક મોટી ઉપલબ્ધી ગણાવી છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) છેલ્લા 3 વર્ષથી ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનનું ટ્રાયલ કરી રહ્યું હતું. દિલ્હી મેટ્રોએ પ્રથમવખત સપ્ટેમ્બર 2017એ તેનું ટ્રાયલ શરૂ કર્યુ હતું. સામાન્ય મેટ્રો ટ્રેનની જેમ ડ્રાઈવરલેસ ટ્રેનમાં પણ 6 કોચ હશે. તેમાં ઘણી એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટ્રેનની સ્પીડ વધારેમાં વધારે 95 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

ડ્રાઈવરલેસ ટ્રેનમાં એક વખતમાં 2,280 મુસાફરો મુસાફરી કરી શકે છે. તેમાં દરેક કોચમાં 380 યાત્રીઓ સવાર થઈ શકે છે. DMRCના એગ્જિક્યુટિવ ડિરેક્ટર અનુજ દયાલે જણાવ્યું કે DMRC ઓટોમેટિક ટ્રેન સુપરવિઝન સિસ્ટમનો મેટ્રો પરિચાલનમાં ઉપયોગ કરશે. ડ્રાઈવરલેસ ટ્રેન કંટ્રોલ રૂમમાંથી ઓટોમેટિક ઓપરેટ કરવામાં આવશે. ડ્રાઈવરલેસ ટ્રેનમાં કેબિન નહીં હોય, કોચની ડિઝાઈન નવી હશે. ખાસ ફિચર ટ્રેનની અંદર અને બહાર લાગેલા આધુનિક કેમેરા હશે. સેન્સર આધારિત બ્રેક કોઈપણ દુર્ઘટનાના સમયે તરત લાગી જશે.

આ પણ વાંચો: PM MODI દેશની પ્રથમ ડ્રાયવર વિનાની મેટ્રો ટ્રેનને સોમવારે લીલી ઝંડી બતાવશે

તમને જણાવી દઈએ કે દિલ્હી મેટ્રો 2002માં શરૂ થઈ હતી. જેને 18 વર્ષ થઈ ગયા છે. પહેલીવખત તેનું પરિચાલન 8.4 કિલોમીટર શાહદરા અને તીસ હજારીની વચ્ચે શરૂ થઈ હતી. આજે 11 મેટ્રો લાઈન અને 390 કિલોમીટર નેટવર્કની સાથે જ દિલ્હી મેટ્રો દેશમાં જ નહીં વિશ્વનું સૌથી મોટું મેટ્રો નેટવર્ક બની ચૂક્યુ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Dec 2020 11:35 AM (IST)

    દેશની રાજધાનીમાં ભવ્યતા હોવી જોઈએ, દિલ્હીવાસીઓને વધુ સુવિધા આપવા પ્રયત્ન

    વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે દિલ્હીવાસીઓનું જીવન વધુ આધુનિક બને તે માટે પ્રયત્ન રહેશે. ભારત એમ પણ તેજી સાથે આગળ વધી રહ્યું છે.

  • 28 Dec 2020 11:33 AM (IST)

    પહેલા મેટ્રો માટે કોઈ નીતિ નોહતી, હવે જરૂરિયાત પ્રમાણે દેશ તૈયાર થઈ રહ્યો છે

    વડાપ્રધાન મોદી એ જણાવ્યું કે પ્રદુષણને કરવા માટે મેટ્રો જેવી સુવિધા જરૂરી છે. તેમણે વન નેશન વન ફેસીલીટી પર પ્રકાશ પાડ્યો હતો. એક દેશ એક રેશન કાર્ડ, GSTથૂ દેશને લાભ, 21મી સદીનું ભારત અલગ છે

  • 28 Dec 2020 11:27 AM (IST)

    જ્યાં મુસાફરો ઓછા ત્યાં મેટ્રો નિયો અને મેટ્રો લાઈટ, વોટર બોડી છે ત્યાં વોટર મેટ્રો પર કામ

    ડ્રાઈવર લેસ મેટ્રો સાથે મેટ્રો પર બીજી રીતે પણ કામ ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ડ્રાઈવર લેસ મેટ્રોનાં ઉદ્ઘાટન સાથે આપણો દેશ એ નક્કી કરેલા દેશો સાથે જોડાઈ ગયો છે કે જે સન્માનની વાત છે

  • 28 Dec 2020 11:24 AM (IST)

    2014માં માત્ર 5 મેટ્રો હતી આજે 18 જગ્યા પર કામ કરે છે, દેશમાં રણનીતિ મુજબ કામ ચાલી રહ્યું છે

    વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે દેશમાં હવે રણનીતિ મુજબ કામ ચાલી રહ્યું છે. મેટ્રોનો વિસ્તાર જરૂર પ્રમાણે કરવામાં આવી રહ્યો છે. દરેક શહેરની જરૂર અલગ અલગ છે

  • 28 Dec 2020 11:22 AM (IST)

    2014 દેશમાં માત્ર 248 કિમિ મેટ્રો લાઈનને 2025 સુધીમાં 1700 કિમિ લઈ જવાનું સ્વપ્ન

    વડાપ્રધાન મોદીએ ડ્રાઈવરલેસ મેટ્રોને લીલીઝેડી આપતા સમયે જણાવ્યું કે મશીનરીથી લઈને કામ કરનારા તમામ લોકો સરખા જ છે. અમારી સરકારે શહેરીકરણને પડકાર માનવાનાં બદલે તેને અવસર માન્યો. 2025 સુધીમાં મેટ્રો લાઈન 1700 કિમિ લઈ જવાનો પ્લાન છે.

  • 28 Dec 2020 11:17 AM (IST)

    ડ્રાઈવર લેસ મેટ્રોએ ભારતનું સ્માર્ટ સિસ્ટમ તરફ આગળ વધવાનું પગલું છે

    એરપોર્ટ એક્સપ્રેસ લાઈન પર મુસાફરી કરવા માટે નેશનલ કોમન મોબીલિટી કાર્ડ એ અર્બન ડેવલપમેન્ટવી દિશામાં આગળ વધવાનું પગલું છે. દેશને તૈયાર કરવાનું છે. શહેરીકરણનું ભવિષ્ય ક્લીયર હતું ત્યારે દેશની ભવિષ્ય વિશે કોઈ દિલથી વિચારી નોહતા રહ્યા

  • 28 Dec 2020 11:15 AM (IST)

    વડાપ્રધાન મોદીનાં હસ્તે નેશનલ કોમન મોબીલિટી કાર્ડનું વિમોચન

    વડાપ્રધાન મોદીએ એરપોર્ટ એક્સપ્રેસ લાઈન પર મુસાફરી કરવા માટે નેશનલ કોમન મોબીલિટી કાર્ડ પણ આજે વિમોચન કર્યું હતું

  • 28 Dec 2020 11:13 AM (IST)

    PM MODIએ આપી લીલી ઝંડી, ડ્રાઈવરલેસ મેટ્રોની શરૂઆત, માનવીય ભુલોની શક્યતાઓ સમાપ્ત

    વડાપ્રધાન મોદીનાં હસ્તે ખુલ્લી મકાયેલી ડ્રાઈવર લેસ મેટ્રો ઓટોમેટીક ધોરણે ચાલશે. કુલ 94 કિલોમીટર સુધી ટ્રેનને દોડાવવાનો પ્લાન. દેશની પ્રથમ ડ્રાઈવરલેસ ટ્રેનની મુસાફરી 37 કિલોમીટરની હશે. આ ટ્રેન દિલ્હી મેટ્રોના ભાગમાં હશે. દિલ્હી મેટ્રોએ ડ્રાઈવરલેસ ટ્રેનને એક મોટી ઉપલબ્ધી ગણાવી છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) છેલ્લા 3 વર્ષથી ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનનું ટ્રાયલ કરી રહ્યું હતું

  • 28 Dec 2020 11:08 AM (IST)

    PM MODIનાં હસ્તે ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ, દિલ્હી -નોઈડા વચ્ચે 37 કિલોમીટરનાં રનનો પ્રારંભ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ વર્ચ્યુઅલી કરવામાં આવ્યો, દિલ્હી -નોઈડા વચ્ચે 37 કિલોમીટરનાં રનનાં પ્રારંભ સાથે દિલ્હી મેટ્રો હવે દેશ અને દુનિયામાં પ્રથમ ક્રમનું મેટ્રો નેટવર્ક ધરાવતું બની ગયું છે.

Published On - Dec 28,2020 10:50 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">