પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 95મી જન્મજયંતી નિમિત્તે કેન્દ્રએ દેશભરના ખેડૂતોને આપી આ ભેટ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 95મી જન્મજયંતી નિમિત્તે કેન્દ્રએ દેશભરના ખેડૂતોને આપી આ ભેટ


દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 95મી જન્મજયંતી છે. ત્યારે દિલ્લીના રાજઘાટ સ્થિત સદૈવ અટલ સ્મારક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અટલજીને વંદન કર્યા. તો વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અટલજીને નમન કરતા સમયે ભાવુક થઈ ગયા હતા. ભાજપના ટોચના નેતા અને પદાધિકારીઓએ સદૈવ અટલ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત રહ્યાં.

આ પણ વાંચોઃ પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપાયેની 95મી જન્મજયંતી, જાણો અટલજી વિશે ખાસ વાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કેન્દ્ર સરકારે દેશભરના ખેડૂતોને મોટી ભેટ આપી છે. જગતના તાતની આવક બમણી કરવા પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મ દિવસે કેન્દ્ર સરકારે અટલ ભૂજલ યોજનાને મંજૂરી આપી છે. અટલ ભૂજલ અને ટનલ નામથી બે મહત્વની યોજનાને કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અટલ ભૂજલ યોજનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી.

Image result for atal bihari vajpayee

આ યોજનાથી ગુજરાત સહિત 7 રાજ્યોને લાભ થશે. પાણીની સમસ્યાના ઉકેલ માટે અટલ ભૂજલ યોજનાને મંજૂરી આપી છે. અટલ ભૂજલ યોજના પર 5 વર્ષમાં 6 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. આમાં વર્લ્ડ બેંક 3 હજાર કરોડ અને સરકાર 3 હજાર કરોડ આપશે. સરકારે 6 રાજ્યોમાં અટલ ભૂજલ મિશનને મંજૂરી આપી છે. અટલ ભૂજલ યોજના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લાગુ થશે. આ યોજના પાણીનો બગાડ અટકાવવામાં મદદ કરશે. અને પાણીનો યોગ્ય ઉપયોગ થશે. તેનો હેતુ પાણીની સુરક્ષા માટે ગામને તૈયાર કરવાનું છે. પાણીનો ઉપયોગ કરવાથી ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ મળશે. આ યોજનાનો લાભ 8,350 ગામોને થશે.

Image result for atal bihari vajpayee

 

Click on your DTH Provider to Add TV9 Gujarati