Paper Leak અંગે ગુજરાત સ્ટેટ લૉ કમિશનનો રિપોર્ટ સામે આવ્યો, કાયદો બનાવવા અંગે કરી હતી ભલામણ

Paper Leak : જસ્ટિસ એન.બી. શાહના વડપણ હેઠળના લૉ કમિશનના આ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે- વગ ધરાવનાર લોકોની સરકારમાં ગોઠવણ હોવાથી તેઓ પકડાતા નથી. લાકો રૂપિયામાં પેપરનો વેપાર થાય છે અને ભ્રષ્ટાચાર થાય છે.

Narendra Rathod
| Edited By: | Updated on: Jan 31, 2023 | 5:34 PM

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થયા છે. તાજેતરમાં જ જુનિયર ક્લાર્કનું પેપર પણ લીક થયુ હતુ. જેને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વચ્ચે પેપર લીકના કૌભાંડોને લઈ ગુજરાત સ્ટેટ લૉ કમિશનનો રિપોર્ટ સામે આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આ રિપોર્ટ જાહેર કરતા રાજ્ય સરકારની ઈચ્છાશક્તિ પર પ્રશ્નો ઉભા કર્યા છે. 1 જુલાઈ 2022એ કરેલા રિપોર્ટમાં પેપરલીક ઘટનાઓ અટકાવવા માટે કડક કાયદાની ભલામણ કરવામાં આવી હતી.  તેમ છતાં કાયદો બનાવવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી.

એલઆરડી ભરતી પરીક્ષામાં પેપરલીક થયા બાદ રાજ્ય સરકારે જસ્ટિસ એમ.બી શાહ ના વડપણ હેઠળ ગુજરાત સ્ટેટ લૉ કમિશન હેઠળ તપાસ શરૂ કરી હતી. જેનો રિપોર્ટ સ્ટેટ લૉ કમિશને 1 જુલાઈ 2022 ના રોજ સબમિટ કર્યો હતો. આ રિપોર્ટ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જાહેર કર્યો છે. રિપોર્ટની વાત કરવામાં આવે તો સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરલીક અંગે ગુજરાતમાં કડક કાયદાની ભલામણ કરવામાં આવી છે.

રિપોર્ટમાં જે ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યા છે કે પેપર લીક થવા પાછળનું એક કારણ રાજ્ય સરકારમાં પ્રભાવશાળી લોકોની સંડોવણીને કારણે ભ્રષ્ટાચાર હોઈ શકે છે પરંતુ કમનસીબે, તેઓ ક્યારેય પકડાતા નથી. આવા કેસમાં મોટા માથાઓ પકડાતા નથી અને મોટાભાગે સામાન્ય માણસ પકડાય છે. આ સિવાય જ્યારે પેપર લીકની ઘટના સામે આવે ત્યારે સરકારની કામગીરી પર પ્રશ્નો ઊભા થાય છે અને છબી ખરડાય છે. પેપરફોડ ના કેસમાં કડકમાં કડક પગલાં ભરવા જોઈએ તેમજ ગુજરાતમાં પેપર લીક અંગે કડક કાયદાની જરૂર હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રિપોર્ટનો આધાર દર્શાવી કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું કે સરકાર જો ઈચ્છે તો વિધાનસભા ચૂંટણી પૂર્વે આ રિપોર્ટ સંદર્ભમાં કાયદો લાવી શકી હોત. રિપોર્ટ 1 જુલાઈ 2022ના રોજ સબમિટ કરવામાં આવ્યો હતો અને એની ભલામણ મુજબ સપ્ટેમ્બરમાં મળેલ વિધાનસભા ચૂંટણી પૂર્વેના સત્રમાં સરકાર પેપર લીક અંગે કાયદો લાવી શકી હોત, પરંતુ સરકારની ઈચ્છાશક્તિનો અભાવ હોવાના કારણે કાયદો ના બન્યો અને ફરી એકવાર પેપર ફૂટ્યું. ફેબ્રુઆરીમાં મળી રહેલ વિધાનસભા સત્રમાં સરકાર એક દિવસ પેપરલીક અંગે ચર્ચા કરે અને ફેસ સેવિંગ કરવા પણ પેપરલીક અંગે કડક કાયદો લાવે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">