બનાસકાંઠાનાં પાલનપુરમાંથી કોરોના નાબુદ થઇ ગયો? મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર ઉમટી પડ્યા, તંત્ર હમણાં નહિ જાગે તો સંક્રમણ ફેલાઈ શકે છે

બનાસકાંઠાનાં પાલનપુરમાંથી કોરોના નાબુદ થઇ ગયો? મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર ઉમટી પડ્યા, તંત્ર હમણાં નહિ જાગે તો સંક્રમણ ફેલાઈ શકે છે

ગુજરાતમાં એક તરફ કોરોનાના વધતા કેસને લઈને તંત્ર દોડતું થયું છે અને અમદાવાદમાં ૫૭ કલાકનો કર્ફ્યું નાખી દેવામાં આવ્યો છે તે વચ્ચે બનાસકાંઠાનાં પાલનપુરનો એક બેદરકારી ભરેલો વીડિઓ સામે આવ્યો છે. પાલનપુરના શાક માર્કેટ અને કોજી વિસ્તારમાં એટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી કે જેને જોઈ ને એમ થાય કે લોકોને કોરોનાની કોઈ ચિંતા છે કે કેમ? એક બીજા સાથે અંતર રાખવાની તો વાત જ બાજુ એ રહી ગઈ. મોટી સંખ્યામાં ઉમટેલા લોકોને માસ્ક પેહરવાની પણ પરવા નથી. આ સ્થતિ ગંભીર છે અને તંત્ર દ્વારા આના પર વેહલી તકે પગલા લેવાની જરૂર છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati