પાકિસ્તાનની હાલત હવે સૂડી વચ્ચે સોપારી જેવી,એક તો હુમલાનો જવાબ આપવાની તાકાત નથી અને હવે એર સ્ટ્રાઇકના પૂરાવા હટાવવા પડી રહ્યાં છે

પાકિસ્તાનની હાલત હવે સૂડી વચ્ચે સોપારી જેવી,એક તો હુમલાનો જવાબ આપવાની તાકાત નથી અને હવે એર સ્ટ્રાઇકના પૂરાવા હટાવવા પડી રહ્યાં છે

પુલવામા આતંકી હુમલાના જવાબમાં ભારત પાકિસ્તાનની સીમામાં પ્રવેશ કરીને જવાબ આપ્યો છે. જેના પછી પાકિસ્તાનમાં ફફડાટની સ્થિતિ છે અને તેને ભારત પર ખોટો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો છે. તેમજ ભારત તરફથી ખોટી વાર્તા બનાવવામાં આવી રહી છે. જે પછી પાકિસ્તાન તરફથી ભારતના હુમલાના પુરાવા હટાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

ભારત તરફથી હુમલો કરવામાં આવ્યો તેના જવાબમાં પાકિસ્તાન તરફથી ભારતે સીમાનું ઉલ્લંઘન કર્યું છે. સાથે જ ભારતના દાવાને એ રીતે ફગાવી દીધી છેકે પાકિસ્તાને ભારતીય વાયુસેનાને પાછા જવા કરવા મજબૂર કરી દીધા છે.

આ પણ વાંચો : એર સ્ટ્રાઈક પછી ઇમરાન ખાન થયા લાલઘુમ, પાકિસ્તાનની જનતા અને સેના તમામ કાર્યવાહી માટે તૈયાર છે

પાકિસ્તાન વિદેશ મંત્ર મહમૂદ કુરૈશીએ કહ્યું કે, ભારત તરફથી ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે. જેના માટે પાકિસ્તાન હવે પોતાની મીડિયા ટીમ અને વિદેશી મીડિયા ટીમને ત્યાં લઈ જશે. જેના માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. પાકિસ્તાન તરફથી વિદેશી મીડિયાને ત્યાં લઈ જવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ વચ્ચે એવી પણ માહિતી આવી રહી છે કે, પાકિસ્તાન વિદેશી મીડિયાને ત્યાં લઈ જવા પહેલાં પાકિસ્તા તરફથી આતંકવાદીઓના શબ અને ત્યાંની સ્થિતિ સામાન્ય બનાવવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તેમજ ત્યાંના સ્થાનિક લોકોની સાથે પણ પાકિસ્તાન સેના વાતચીત કરી રહી છે.

 

હાલમાં ખરાબ વાતાવરણ હોવાના કારણે વિદેશી મીડિયાને હેલિકોપ્ટરના માધ્યમથી લઈ જવામાં મુશ્કેલી થઈ રહી છે અને તેથી ગ્રાઉન્ડ લેવલ પર અન્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે.

[yop_poll id=1833]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati