પાકિસ્તાને તેમની નાપાક હરકતની કરી કબૂલાત, પુલવામા આતંકી હુમલાને ગણાવી સરકારીની મોટી સફળતા 

પાકિસ્તાને તેમની નાપાક હરકતની કરી કબૂલાત, પુલવામા આતંકી હુમલાને ગણાવી સરકારીની મોટી સફળતા 
ફાઈલ ફોટો

પાકિસ્તાને તેમની નાપાક હરકતની કબૂલાત કરી છે. પાકિસ્તાને કબૂલ કર્યુ છે કે પુલવામા આતંકી હુમલામાં તેમનો હાથ હતો. પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ સંસદમાં કહ્યું કે પુલવામા હુમલો ઈમરાન ખાન સરકારની મોટી સફળતા છે. એટલું જ નહીં ફવાદ ચૌધરીએ વધુમાં કહ્યું કે પુલવામાની સફળતા કોમની સફળતા છે અને આપણે ભારતને ઘરમાં ઘુસીને માર્યુ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પુલવામા હુમલાના પાકિસ્તાન વિરૂદ્ધ ભારતની પાસે પહેલેથી જ પુરાવા છે પણ હવે પાકિસ્તાને જાતે આ વાતનો સ્વીકાર કર્યો છે કે પુલવામા હુમલામાં તેમનો હાથ હતો. તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરી 2019ના રોજ CRPFના કાફલા પર વિસ્ફોટક ભરેલી ગાડીથી પુલવામામાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સેનાના 40 જવાન શહીદ થયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati