મહારાષ્ટ્ર માટે ઓક્સિજન ભરીને વિશાખાપટ્ટનમથી રવાના થઈ ઓક્સિજન એક્સપ્રેસ, ઉતરપ્રદેશ-મધ્યપ્રદેશને પણ આ રીતે પહોચાડાશે ઓક્સિજન

ઓક્સિજનની (Oxygen) અછતની સમસ્યાથી પિડાતા મહારાષ્ટ્રને ઓક્સિજન એક્સપ્રેસથી ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડ્યા બાદ, ઉતર પ્રદેશ અને મધ્યપ્રદેશને પણ આ રીતે જ ઓક્સિજન પૂરો પાડવામાં આવશે.

મહારાષ્ટ્ર માટે ઓક્સિજન ભરીને વિશાખાપટ્ટનમથી રવાના થઈ ઓક્સિજન એક્સપ્રેસ, ઉતરપ્રદેશ-મધ્યપ્રદેશને પણ આ રીતે પહોચાડાશે ઓક્સિજન
વિશાખાપટ્ટનમથી મહારાષ્ટ્ર માટે રવાના થઈ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન
Follow Us:
| Updated on: Apr 23, 2021 | 10:50 AM

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરની મહામારીમાં ( (Corona Virus Epidemic) ) સંજીવની સમાન ઓક્સિજનની (Oxygen) અછતને લઈને તમામ રાજ્યોમાં હાહાકાર મચ્યો છે. આવા સમયે એક રાહતના સમાચાર કેન્દ્રીય રેલ્વે પ્રધાન પિયુષ ગોએલે (Piyush Goyal) આપ્યા છે. પિયુષ ગોએલે ટ્વીટ કરીને જણાવ્યુ છે કે, મેડિકલ ઓક્સિજન ભરેલ ટેન્કરની પહેલી ઓક્સિજન એક્સપ્રેસ વિશાખાપટ્ટનમથી (vishakhapatnam ) મહારાષ્ટ્ર ( maharastra ) આવવા રવાના થઈ ચૂકી છે. પિયુષ ગોએલે કરેલા ટવીટમાં એવુ પણ જણાવ્યુ છે કે, “તમામ નાગરિકોની સુખાકારી માટે રેલવે વિભાગ દ્વારા જરૂરી ચીજવસ્તુઓનું એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પરિવહન કરીને મુશ્કેલ ધડીમાં દેશની સેવા કરવાનું ચાલુ રાખ્યુ છે.”

મધ્યપ્રદેશ-ઉતરપ્રદેશને પણ મળશે ઓક્સિજન આવા જ બીજા એક સારા સમાચાર પિયુષ ગોએલે ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશની જનતા માટે આપ્યા છે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે બોકરોથી ઉત્તર પ્રદેશ માટે ટૂંક સમયમાં ઓક્સિજન એક્સપ્રેસ દોડશે. એમ પણ કહ્યું હતું કે મધ્યપ્રદેશ માટે ટૂંક સમયમાં આવી જ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આના કારણે ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં ઓક્સિજનની અછતની સમસ્યા નિવારી શકાશે.

બોકારોથી લખનઉ આવશે ઓક્સિજન એક્સપ્રેસ  રેલ્વે વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર લખનૌથી ઓક્સિજન એક્સપ્રેસ બુધવારે રાત્રે બોકારો માટે રવાના થઈ ગઈ છે. રેલ્વે મંત્રાલયના સીપીઆર આરડી બાજપેયી કહે છે કે આ ટ્રેનને સતત ગતિએ ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જે માર્ગ પર રોકાયા વિના તેના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. બોકારો પહોંચ્યા પછી, ટેન્કરોમાં ઓક્સિજન ભરવામાં 15 થી 16 કલાકનો સમય લાગશે. ઓક્સિજનથી તમામ ટેન્કરો ભરાઈ જવાની સાથે જ આ ટ્રેન બોકારોથી ઉપડશે અને ટૂંક સમયમાં લખનૌ યુપી પહોંચશે.

સરકારના નિર્દેશ મુજબ જુદા જુદા શહેરોમાં ઓક્સિજન કન્ટેનર ફેરવવામાં આવશે. ઝડપથી ઓક્સિજન પહોચી શકે તે માટે ટ્રકમાં રેક લગાવવામાં આવ્યા છે. એક વાત વધુ વિશેષ છે કે આ કન્ટેનરમાં તાપમાનની પણ કાળજી લેવામાં આવે છે, તેથી ટ્રેનની સાથે સાથે નિષ્ણાતોની ટીમ પણ છે જે તેની વિશેષ કાળજી લેશે.

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">