ભાવનગરમાં હોમ આઈસોલેટ કરાયેલા કોરોનાના દર્દીઓ માટે સેવાભાવી સંસ્થાએ શરુ કરી ઓક્સિજન બેંક

ઓક્સિજનની ( Oxygen ) જરૂરીયાતવાળા દર્દીને આધાર કાર્ડની ઝેરોક્ષ અને ડૉક્ટરની ચિટ્ઠી પર દાદા સાહેબ જિનાલય કાળાનાળા ખાતેથી ફ્રીમાં સિલિન્ડર બાટલા અપાઈ રહ્યા છે

ભાવનગરમાં હોમ આઈસોલેટ કરાયેલા કોરોનાના દર્દીઓ માટે સેવાભાવી સંસ્થાએ શરુ કરી ઓક્સિજન બેંક
ઓક્સિજન બેંકની પ્રતિકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Apr 19, 2021 | 11:41 AM

ગુજરાતમાં કોરોનાના દર્દીઓને શ્વાસની તકલીફ થાય એટલે તેમને ઓક્સિજન આપવાની જરૂર પડે છે. પરંતુ બહુ ગંભીર ના હોય ત્યારે હોમ આઈસોલેટ કરાયેલા દર્દીઓને એકાએક સંક્રમણ વધતા, શ્વાસની તકલીફ ઉભી થાય છે. આવા સમયે હોસ્પિટલોમાં જગ્યા ના હોવાથી દર્દીની હાલત બહુ જ કફોડી થાય છે. આ સમસ્યા નિવારવા માટે ભાવનગરની એક સેવાભાવી સંસ્થા સામે આવી છે. આ સેવાભાવી સંસ્થાઓ હોમ આઈસોલેટ કરાયેલા અને જેમને શ્વાસની સમસ્યા હોય તેવા દર્દીઓ માટે ઓક્સિજન બેંક ( Oxygen bank ) શરૂ કરી છે.

ગુજરાતમાં સતત વધતા કોરોનાના કેસને લઈને અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે. જેમાં ગુજરાતના અનેક શહેરોમાં ઓક્સિજનની ખુબજ મોટી ઘટ ઉભી થવા પામેલ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં એટલી મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ આવી રહ્યા છે, કે જેને લઈને હોસ્પિટલોમાં પણ ઓક્સિજનનો પુરવઠો માંડ પૂરો પડી રહ્યો છે, ત્યારે હોમ આઇસોલેટ હોય અને જેને ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓ ખૂબ મોટી મુશ્કેલી ઓક્સિજનને લઈને ભોગવી રહ્યા છે. ત્યારે ભાવનગરમાં જૈન સમાજની ખુબ જ મોટી સંસ્થા જીતો દ્વારા ભાવનગર દાદાસાહેબ જૈન દેરાસર ખાતે ઓક્સિજન બેન્ક શરૂ કરી જરૂરિયાતમંદ દર્દીઓને બિલકુલ ફ્રીમા ઓક્સિજન પૂરો પાડી માનવતાનું ખુબ જ મોટું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

ભાવનગરમાં હાલની કોરોના મહામારી ની પરિસ્થિતિ માં એક વિકટ સમસ્યા ઓક્સિજનની અછતની છે ત્યારે ભાવનગર ની જાણીતી સંસ્થા જીતો ભાવનગર દ્વારા એક ઉમદા કાર્ય ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવેલ છે. ઓક્સિજન બેંકમાં કોઈ પણ નાતજાતના ભેદભાવ વગર ભાવનગરના જરૂરિયાતમંદ દર્દીઓને આશીર્વાદરૂપ ઓક્સિજન સિલિન્ડર તદ્દન મફત આપવામાં આવી રહ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ભાવનગર વાસીઓ માટે શરૂ કરવામાં આવેલા આ ઉત્તમ કાર્ય માટે અનુદાન ની ટહેલ નાખવામાં આવતા, માનવતા ના સાદ ને સ્વીકારી ખૂબ જ ટૂંકા ગાળામાં 500 કરતા વધારે ઑક્સિજન સિલિંડર નું દાન જીતો મેમ્બરો અને અન્ય પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા થઇ ચૂક્યું છે. અને હજુ પણ પુછપરછ શરુ છે દર્દીની સારવાર માટે ઓક્સિજન સિલિન્ડર દર્દીને આધાર કાર્ડની ઝેરોક્ષ અને ડૉક્ટરની ચિટ્ઠી પર દાદા સાહેબ જિનાલય કાળાનાળા ખાતેથી ફ્રીમાં સિલિન્ડર બાટલા અપાઈ રહ્યા છે.

લોકોને ઓક્સિજન ફ્રી મા મળે તે માટે અનેક લોકો 4500 રૂપિયા આપી એક સિલિન્ડરનું દાન આપી રહ્યા છે. અને આ ઓક્સિજન સિલિન્ડરને લઈને અનેક કોરોનાના દર્દીઓને જાણે પ્રાણવાયુ મળી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">