મોદી-શાહની જોડીને રોકવા વિપક્ષે આ 20 હથિયાર અપનાવ્યા પણ બધા જ થઈ ગયા ‘ફ્લોપ’

લોકસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી મોટી સફળતા મળી રહી છે અને કોંગ્રેસની સાથે અન્ય વિપક્ષોનો સફાયો થઈ ગયો છે. જનતાએ ભાજપને જનાદેશ આપીને પાંચ વર્ષ સુધી શાસન સોંપવાનું નક્કી કર્યુ છે. આ ચૂંટણી ભારતના ઈતિહાસમાં સૌથી રોમાંચક ચૂંટણી ગણી શકાય કારણ કે ભાજપને હરાવવા માટે તમામ વિપક્ષો એકસાથે આવી ગયા અને છેલ્લે સુધી એક ત્રીજા મોરચાની […]

મોદી-શાહની જોડીને રોકવા વિપક્ષે આ 20 હથિયાર અપનાવ્યા પણ બધા જ થઈ ગયા 'ફ્લોપ'
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: May 23, 2019 | 1:52 PM

લોકસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી મોટી સફળતા મળી રહી છે અને કોંગ્રેસની સાથે અન્ય વિપક્ષોનો સફાયો થઈ ગયો છે. જનતાએ ભાજપને જનાદેશ આપીને પાંચ વર્ષ સુધી શાસન સોંપવાનું નક્કી કર્યુ છે. આ ચૂંટણી ભારતના ઈતિહાસમાં સૌથી રોમાંચક ચૂંટણી ગણી શકાય કારણ કે ભાજપને હરાવવા માટે તમામ વિપક્ષો એકસાથે આવી ગયા અને છેલ્લે સુધી એક ત્રીજા મોરચાની સરકાર રચાઈ તેવું પણ જણાઈ રહ્યું હતું.

મોદી અને શાહની જોડીને રોકવા માટે અને સત્તા તેમના હાથોમાંથી છીનવી લેવા માટે વિપક્ષોએ એક એક કરીને 20 હથિયારો અજમાવ્યા પણ તેઓ સફળ રહ્યાં નહીં અને મોદી-શાહનો જાદૂ ચાલ્યો અને જનતાએ પણ મોદી સરકારને ફરીથી જનાદેશ આપ્યો. 20 હથિયારોની વાત કરીએ તો તેમાં ખાસ કરીને નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે જેના દ્વારા મોદી-શાહનો વિજય રથ રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

1. રાહુલ ગાંધીને કોંગ્રેસની કમાન સોંપીને યુવા નેતુત્વનો પ્રયાસ 2. ચોકીદાર ચોર હૈ નારો આપીને ભ્રષ્ટાચારનો મોદી સરકાર સામે વિપક્ષનો આરોપ 3. પ્રધાનમંત્રીને ફેંકુ કહીને તેમની વિરુદ્ધમાં જોર-શોરથી પ્રચાર 4. પ્રિયંકા ગાંધીને કોંગ્રેસે ઉતારી અને અંત સુધી પ્રચાર કરાવીને તેમણે ચૂંટણી ન લડાવી.

5. હિન્દુ આતંકવાદનો મુદ્દો ઉછાળવામાં આવ્યો અને વિચારધારાની લડાઈનો મુદ્દો ઉઠાવાયો 6. રાજશાહીનો મુદ્દો ઉઠાવીને કોઈ એક જ માણસ શાસન કરી રહ્યો છે તેવું ખપાવવાનો પ્રયાસ 7. ઈવીએમને લઈને આરોપ મુકવામાં આવ્યો અને સરકાર સામે વિપક્ષોએ મોરચો ખોલી દીધો.

8. રાફેલ મુદ્દાને લઈને સતત ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદી પર વિપક્ષે પોતાની સભાઓમાં પ્રહાર કર્યો. 9. બેરોજગારીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને 45 વર્ષમાં સૌથી ઓછી રોજગારી મળી તેવું જાહેરસભાઓમાં કહેવાયું છતાય ફ્લોપ 10. ભાજપ સરકાર માત્ર અદાણી અને અંબાણીની જ સરકાર છે તેવા આરોપ સાથે પ્રચાર પણ થયો ફ્લોપ. 11. કોંગ્રેસે દેશની જનતાને ન્યાય યોજનાના નામે 72 હજાર રુપિયા આપવાની વાત કરી પણ જનતાએ તે પણ ના સ્વીકારી.

12. ભાજપ અને મોદી સામે મહાગઠબંધનની રચના થઈ પણ તે વધારે કશું કરી શક્યું નહીં. 13. માયાવતી અને અખિલેશની જોડીએ ભરપૂર પ્રયાસો કર્યા પણ ઉત્તર પ્રદેશ સર કરી શક્યા નહીં. 14. પશ્ચિમ બંગાળમાં જય શ્રી રામના મુદ્દાને લઈને ખાસ્સો વિરોધ થયો પણ ભાજપે ત્યાં પણ સેંધમારી કરી દીધી. 15. ટીએમસી પાર્ટીના દ્વારા પણ ભાજપના રથને રોકવાનો પ્રયત્ન થયો અને તેમાં હિંસા પણ થઈ છતાં ભાજપે જનાદેશ મેળવ્યો. 16. ભાજપના નેતાઓની રેલી રોકો અભિયાનને ચલાવવામાં આવ્યું પણ તે ફ્લોપ થઈ ગયું. 17. દેશમાં ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો છે અને તેના લીધે માર પડશે પણ તેવું લાગી રહ્યું હતું. તે વાત ખોટી પડી. 18. કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પોતાના પ્રચારમાં ઉણા ઉતર્યા. 19. નોટબંધીને મુદ્દે ભારે પ્રચાર કરવાનો પ્રયત્ન વિપક્ષે કર્યો પણ તે ફ્લોપ રહ્યો અને મતદાતાઓ તેની દરકાર કરી નહીં.

20. દેશમાં રાષ્ટ્રવાદને મુદ્દે પણ બંને પાર્ટીઓએ એકબીજા પર પ્રહારો કર્યા જેમાં ભાજપનો રાષ્ટ્રવાદ નકલી છે તેવું કહેવામાં આવ્યું પણ મતદાતાઓ પર આ મુદ્દે પણ ખાસ્સી અસર પડી શકી નહીં.

આમ એક પછી એક વિપક્ષો દ્વારા હથિયાર કાઢવામાં અને મોદી-શાહની જોડીને રોકવાનો પ્રયત્ન કરાયો પણ આ 20 મુદ્દાઓ પર જનતાએ વિપક્ષની દરકાર કરી નહીં અને ભાજપને જનાદેશ આપ્યો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">