હવે ભાજપનું મિશન તમિલનાડુ, બે દિવસ માટે ચૈન્નાઈ પહોચ્યા અમિત શાહ, સ્વાગત માટે લોકોની ભીડ જોઈ, કારમાં જવાના બદલે પગપાળા ચાલ્યા શાહ

હવે ભાજપનું મિશન તમિલનાડુ, બે દિવસ માટે ચૈન્નાઈ પહોચ્યા અમિત શાહ, સ્વાગત માટે લોકોની ભીડ જોઈ, કારમાં જવાના બદલે પગપાળા ચાલ્યા શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજથી બે દિવસ માટે ચૈન્નાઈ પહોચ્યા છે. ચેન્નાઈ એરપોર્ટ ઉપર ભાજપ અને સાથી પક્ષના કાર્યકરો પક્ષના ઝંડા લઈને એકઠા હતા. મોટીમાત્રામાં એકત્ર થયેલા કાર્યકરોને જોઈને, અમિત શાહ કાર રોકાવી દઈને તેમાથી ઉતરી જઈને પગપાળા ચાલ્યા હતા.

બે દિવસની તમિલનાડુના પ્રવાસે પહોચેલા અમિત શાહનું સ્વાગત તમિલનાડુના મુખ્યપ્રધાન ઈ પલાનીસ્વામી, નાયબ મુખ્યપ્રધાન ઓ પન્નીરસેલ્વમ અને પ્રધાનમંડળના સભ્યોએ કર્યુ હતું. આમ તો તમિલનાડુ સરકારના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમિત શાહ તમિલનાડુ પહોચ્યા છે. પરંતુ રાજકીયક્ષેત્રના જાણકારોનું કહેવુ છે કે, અમિત શાહની નજર આગામી વર્ષે યોજાનાર તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી પર છે. અત્યારથી જ ભાજપનો ગઢ મજબૂત કરવાના ભાગરૂપે અમિત શાહની આ રાજકિય ઉપરાંત સરકારી મુલાકાત તરીકે જોવાઈ રહી છે.

2021માં યોજાનાર તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ ભાજપ તરફી રાજકિય માહોલ ઊભો કરવા અમિત શાહ લાગી ગયા છે. જેની એક ઝલક ચૈન્નાઈ એરપોર્ટ પર જોવા મળી. ચેન્નાઈ એરપોર્ટ પરિસરમાં સ્વાગત માટે ભાજપ અને સહયોગી પક્ષના એકઠા થયેલા કાર્યકરોના હાથમાં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો હતો. સમગ્ર વાતાવરણ ભાજપમયી બનાવી દિધુ હતું.

અમિત શાહ કરુણનિધિના પૂત્ર અલાગીરી સાથે અને દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંત સાથે મુલાકાત કરવાના છે. એવુ કહેવાય છે કે, ભાજપ અને અલાગીરીના પક્ષ સાથે વિધાનસભાની ચૂંટણી માટે જોડાણ થઈ શકે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati