નિર્ભયા કેસના આરોપી મુકેશની દયા અરજી દિલ્હી સરકારે કરી રદ

નિર્ભયા ગેંગરેપ કેસના એક આરોપી મુકેશની દયા અરજી દિલ્હી સરકારે રદ કરી દીધી છે. દયા અરજી ફરી ઉપરાજ્યપાલ અનિલ બેજલની પાસે મોકલવામાં આવી, તેમને અરજી કેન્દ્રીય ગૃહમંત્રાલયને મોકલી દીધી છે. રાષ્ટ્રપતિની મહોર લાગતા જ મુકેશને ફાંસી આપવાનો રસ્તો સાફ થઈ જશે. 2012 Delhi gang-rape case: Delhi Government has rejected the mercy plea of Mukesh, one […]

નિર્ભયા કેસના આરોપી મુકેશની દયા અરજી દિલ્હી સરકારે કરી રદ
Follow Us:
| Updated on: Jan 16, 2020 | 8:34 AM

નિર્ભયા ગેંગરેપ કેસના એક આરોપી મુકેશની દયા અરજી દિલ્હી સરકારે રદ કરી દીધી છે. દયા અરજી ફરી ઉપરાજ્યપાલ અનિલ બેજલની પાસે મોકલવામાં આવી, તેમને અરજી કેન્દ્રીય ગૃહમંત્રાલયને મોકલી દીધી છે. રાષ્ટ્રપતિની મહોર લાગતા જ મુકેશને ફાંસી આપવાનો રસ્તો સાફ થઈ જશે.

આ પહેલા બુધવારે દિલ્હી હાઈકોર્ટે મુકેશની અરજીને રદ કરી દીધી હતી. મુકેશે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી નીચલી કોર્ટના ડેથ વોરંટને રદ કરવાની માગ કરી હતી. 14 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે દોષીઓ વિનય કુમાર અને મુકેશ દ્વારા દાખલ કરવામાં આવેલી ક્યૂરેટિવ અરજીને રદ કરી દીધી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ દોષીઓએ ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી મોતની સજા પર સવાલ ઉઠાવતાં અરજી દાખલ કરી હતી. ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી મોતની સજા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ બરકરાર રાખી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

7 જાન્યુઆરી 2020એ દિલ્હીની કોર્ટે નિર્ભયાના ચારે દોષીઓનું ફાંસીનું વોરંટ જાહેર કરી દીધું હતુ. ફાંસી આપવાની તારીખ અને સમય 22 જાન્યુઆરી 2020એ સવારે 7 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">