NHRC એ કેન્દ્ર અને રાજ્યોને કહ્યું, મૃતદેહની ગરિમા જળવાય રહે તે માટે વિશેષ કાયદો બનાવો

NHRC એ કહ્યું ભારતના બંધારણનો આર્ટિકલ-11 ફક્ત જીવંત લોકો માટે જ નહીં પરંતુ મૃતકોને પણ લાગુ પડે છે.

NHRC એ કેન્દ્ર અને રાજ્યોને કહ્યું, મૃતદેહની ગરિમા જળવાય રહે તે માટે વિશેષ કાયદો બનાવો
FILE PHOTO
Follow Us:
| Updated on: May 14, 2021 | 11:26 PM

દેશમાં કોરોના વાયરસના ઘણા કેસો વચ્ચે એવી પણ ઘટનાઓ સામે આવી છે કે મૃતદેહોને નદીઓમાં ફેંકી દેવાયા છે અને ઘણા મૃતદેહોને રેતીમાં દાટવામાં આવ્યાં છે. આ અહેવાલો પર, હવે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) હરકતમાં આવ્યું છે. NHRC એ કેન્દ્ર સરકાર અને રાજ્યો સરકારોને મૃતદેહની ગરિમા જળવાય રહે તે માટે વિશેષ કાયદો ઘડવા કહ્યું છે. આ સાથે જ પરિવહન દરમિયાન, સામૂહિક દફનવિધિ કે સ્મશાનમાં મૃતદેહોનો ભરાવો ન થવો જોઈએ. કારણ કે તે મૃતકોના માન-સન્માનના હકનું ઉલ્લંઘન છે.

કેન્દ્ર-રાજ્યોને આપી એડવાઇઝરી આ સમગ્ર મામલે NHRCએ ગૃહ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિસ્તૃત એડવાઇઝરી આપી છે. આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતના બંધારણનો આર્ટિકલ-11 ફક્ત જીવંત લોકો માટે જ નહીં પરંતુ મૃતકોને પણ લાગુ પડે છે તે જોતાં પંચે કહ્યું કે, “સરકારની ફરજ છે કે તેઓ મૃતકોના હક્કોનું રક્ષણ કરે અને મૃતદેહો પર અત્યાચારો અટકાવે.”

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હંગામી સ્મશાન બનાવવાનું સૂચન કરાયું ભારતમાં મૃતકોના હક્કોના રક્ષણ માટે કોઈ વિશેષ કાયદો નથી, NHRCએ ધ્યાન દોર્યું છે કે ઘણા આંતરરાષ્ટ્રીય કરારો, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિર્ણયો તેમજ વિવિધ સરકારો દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતી માર્ગદર્શિકામાં પ્રોટોકોલ જાળવવા પર ભાર મૂકવામાં આવે છે.

એડવાઇઝરીમાં જણાવાયું છે કે મોટી સંખ્યામાં સ્મશાનગૃહમાં મૃતદેહોની લાંબી લાઈનોને ધ્યાનમાં રાખીને પ્રશાસને તાત્કાલિક હંગામી સ્મશાન બાંધવું જોઈએ. એવું કહેવામાં આવ્યું છે કે આરોગ્યના જોખમો માટે ઉદ્ભવતા સંભવિત જોખમોને ટાળવા માટે ઇલેક્ટ્રિક સ્મશાન બનાવવું જોઈએ.

મોતનો મલાજો જાળવો : NHRC રાષ્ટ્રીય માનવાધિકાર પંચે કહ્યું કે પરિવહન દરમિયાન કે કોઈ અન્ય સ્થળે મૃતદેહોનો ભરાવો કરવાની મંજુરી ન આપવી જોઈએ. અને સામુહિક અંત્યેષ્ટિ કે અગ્નિસંસ્કારની પણ મંજુરી ન આપવી જોઈએ, કેમકે આ મૃતકોની ગરિમાના અધિકારનું ઉલ્લંઘન છે. સ્મશાન કર્મચારીઓ મૃતદેહને યોગ્ય રીતે સ્પર્શ કરવા પ્રત્યે સંવેદનશીલ હોવા જોઈએ. વધુમાં, તેઓને સલામતીના જરૂરી ઉપકરણો અને સુવિધાઓ પ્રદાન કરવાની જરૂર છે, જેથી તેઓ કોઈ પણ ભય અને જોખમ વિના પોતાની ફરજો નિપુણતાથી નિભાવી શકે.

આ પણ વાંચો : મહેસાણામાં રસીકરણમાં મોટો છબરડો, 15 દિવસ પહેલા મૃત્યુ પામેલા વૃદ્ધને રસીકરણનો પહેલો  ડોઝ આપી દીધો!

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">