દેશની સૌથી HIGH-TECH હોસ્પિટલ ખુલી ગુજરાતમાં, સુવિધાઓ એવી કે પ્રાઇવેટ હોસ્પિટલ પણ છે તેની સામે FAIL

શહેરીજનો જે નવી VS હોસ્પિટલની રાહ જોઈ રહ્યા હતા તે હોસ્પિટલ SVP ના નામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરીને શરૂ કરાઇ છે. ગુરુવારે ઉદ્ઘાટન કર્યા બાદ શુક્રવારે સવારથી જ દર્દીઓને સારવાર આપવાનું શરૂ કરાયું. જેમાં દર્દીઓને યુનિક આઈડી કાર્ડ આપી પેપરલેસ કામગીરીને આગળ વધારવામાં આવી. શહેરની આ પહેલી એવી હોસ્પિટલ છે કે જ્યાં પેપરલેસ […]

દેશની સૌથી HIGH-TECH હોસ્પિટલ ખુલી ગુજરાતમાં, સુવિધાઓ એવી કે પ્રાઇવેટ હોસ્પિટલ પણ છે તેની સામે FAIL
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jan 18, 2019 | 10:26 AM

શહેરીજનો જે નવી VS હોસ્પિટલની રાહ જોઈ રહ્યા હતા તે હોસ્પિટલ SVP ના નામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરીને શરૂ કરાઇ છે. ગુરુવારે ઉદ્ઘાટન કર્યા બાદ શુક્રવારે સવારથી જ દર્દીઓને સારવાર આપવાનું શરૂ કરાયું. જેમાં દર્દીઓને યુનિક આઈડી કાર્ડ આપી પેપરલેસ કામગીરીને આગળ વધારવામાં આવી. શહેરની આ પહેલી એવી હોસ્પિટલ છે કે જ્યાં પેપરલેસ કામગીરી કરવાનું શરૂ કરાયુ છે.

SVP hospital goes paperless

હોસ્પિટલ કર્મીની વાત માનીએ તો આગામી દિવસમાં ટોકન સિસ્ટમ શરૂ કરાશે. જેનાથી દર્દી ડિજિટલ ટોકન મેળવીને વેઇટિંગ એરિયામાં બેસશે જ્યાં લગાવેલ 2 મોટા સ્ક્રીન પર તેનો નંબર જોઈને પેપરલેસ એન્ટ્રી કરાવીને સારવાર મેળવી શકશે. જે કામગીરી માટે 30થી પણ વધુ કર્મીઓ રાખવામાં આવશે.

નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો

SVP hospital goes paperless

ઉલ્લેખનીય છે કે 1500 ઉપરાંત દર્દીઓ માટે શરૂ કરવામાં આવેલી SVP હોસ્પિટલમાં હજુ સ્ટાફની ફાળવણી બાકી છે. જોકે વડાપ્રધાને હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હોવાથી અને હોસ્પિટલ શરૂ કરાઇ હોવાથી દર્દીઓને સારવાર આપવી પડે માટે પ્રાયોગિક ધોરણે હાલ ઓપીડીમાં 250 સ્ટાફ ફાળવીને દર્દીને સારવાર આપવાનું શરૂ કર્યું છે. ઓપીડીમાં સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી 50 જેટલા દર્દીઓને સારવાર અપાઈ. જે ઓપીડીના એક સપ્તાહ બાદ અન્ય વિભાગોમાં પણ સ્ટાફની ફાળવણી કરીને દર્દીને સારવાર આપવાનું શરૂ કરાશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

એટલું જ નહીં પણ આ તરફ નવી SVP હોસ્પિટલમાં આવેલા દર્દીઓએ પણ હોસ્પિટલની કામગીરીના વખાણ કર્યા હતા. અત્યાર સુધી સરકારી હોસ્પિટલમાં આ પ્રકારની સુવિધા ક્યાંય જોઈ નહિ હોવાનું જણાવ્યું સાથે જ નવી હોસ્પિટલમાં લાઈનમાં ઉભા નહિ રહેવું પડતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો.

[yop_poll id=655]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">