કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતા ડી.કે.શિવકુમારની ઈડીએ કરી ધરપકડ
મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ કોંગ્રેસના નેતા ડી.કે. શિવકુમારની ધરપકડ કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ સોમવારે હાજર થતાં પહેલાં કોંગ્રેસના નેતા ડી. કે. શિવકુમાર રડી પડ્યા હતા. સોમવારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાન પર મીડિયા સાથે વાત કરતાં ડી.કે.શિવકુમારે કહ્યું હતું કે, હું રડી રહ્યો છું કારણ કે, જે પિતાએ મને જન્મ આપ્યો છે, હું તેમની પૂજા નથી […]
મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ કોંગ્રેસના નેતા ડી.કે. શિવકુમારની ધરપકડ કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ સોમવારે હાજર થતાં પહેલાં કોંગ્રેસના નેતા ડી. કે. શિવકુમાર રડી પડ્યા હતા. સોમવારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાન પર મીડિયા સાથે વાત કરતાં ડી.કે.શિવકુમારે કહ્યું હતું કે, હું રડી રહ્યો છું કારણ કે, જે પિતાએ મને જન્મ આપ્યો છે, હું તેમની પૂજા નથી કરી શકતો. ડી. કે. શિવકુમારે કહ્યું કે, સત્તામાં રહેલા ભાજપના મારા મિત્રોએ મને પૂજા કરવા દીધી નથી. આ ચિંતાનો વિષય છે. હું ઇડી ઓફિસથી પ્રાર્થના કરીશ કે મારા પિતાના આત્માને શાંતિ મળે. મહત્વનું છે કે કર્ણાટકમાં ડી.કે. શિવકુમાર વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિનો કેસ ચાલી રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
#Congress leader DK Shivakumar arrested by Enforcement Directorate (ED) under Prevention of Money Laundering Act (PMLA).
— Tv9 Gujarati (@tv9gujarati) September 3, 2019
આ પણ વાંચો ; બનાસકાંઠા પંથકમાં મેઘમહેર યથાવત, અમીરગઢમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહ્યો છે વરસાદ
2017માં, આવકવેરા વિભાગે ડીકે શિવકુમારના 64 સ્થળો પર દરોડા પાડ્યા હતા. કરચોરીની ફરિયાદના આધારે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન, ડી. કે. શિવકુમાર અને કોંગ્રેસના અન્ય નેતાઓએ તેમના પર રાજકીય કિન્નાખોરીને લઈને બદલાની ભાવનાથી આ પગલાં લેવાનો આરોપ લગાવ્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો