NARMADA : અલાહાબાદ હાઇકોર્ટના સૂચન પર નીતિન પટેલની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ગૌમાતા વિશે

DyCM Nitin Patel : ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાના અલાહાબાદ હાઇકોર્ટના સૂચન પર નર્મદામાં કેવડીયા ખાતે ચાલી રહેલી ભાજપની કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપી.

NARMADA : હિન્દુ બહુમતીના મુદ્દા બાદ હિંદુત્વને લઇને DyCM નીતિન પટેલે વધુ એક નિવેદન આપ્યું છે. અલાહાબાદ હાઇકોર્ટના ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાના સૂચન પર રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાના અલાહાબાદ હાઇકોર્ટના સૂચન પર નર્મદામાં કેવડીયા ખાતે ચાલી રહેલી ભાજપની કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગાય માતા હજારો વર્ષોથી પૂજનીય છે.ભારત સરકાર અને રાજ્ય સરકાર પણ ગૌમાતાની સુરક્ષા માટે કટિબદ્ધ છે.કોઇ પણ પ્રાણી, પશુ કે પક્ષીને રાષ્ટ્રીય સ્તરે જાહેર કરવાની સત્તા ભારત સરકારની છે અને ગૌહત્યા કરનારને ગુજરાત સરકારે જેલ ભેગા કરી દીધા હોવાનું પણ નીતિન પટેલે નિવેદન આપ્યું છે.

બે દિવસ પહેલા અલાહાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં ગાયનું મહત્વપૂર્ણ સ્થાન છે. ગાયને ભારત દેશમાં માતા તરીકે ઓળખવામાં આવે છે અને તેને દેવોની જેમ પૂજવામાં આવે છે. આથી ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપવો જોઈએ. કોર્ટે કહ્યું કે ગાયની સુરક્ષાને હિન્દુઓના મૂળભૂત અધિકારમાં સામેલ કરવી જોઈએ.

ભારતીય શાસ્ત્રો, પુરાણો અને શાસ્ત્રોમાં ગાયના મહત્વ વિશે વિસ્તૃત જણાવતા કોર્ટે કહ્યું હતું કે ભારતમાં વિવિધ ધર્મોના નેતાઓ અને શાસકોએ હંમેશા ગૌરક્ષણની વાત કરી છે. ભારતના બંધારણની કલમ 48 એ પણ જણાવે છે કે ગાય જાતિનું રક્ષણ કરશે અને દુધાળા અને ભૂખ્યા પશુઓ સહિત ગાયની કતલ પર પ્રતિબંધ મૂકશે. ભારતના 29 માંથી 24 રાજ્યોમાં ગૌહત્યા પર પ્રતિબંધ છે.

આ પણ વાંચો : રેલવે યાત્રીઓ માટે ખાસ સામચાર, રિઝર્વેશનના નિયમમાં થયો મોટો ફેરફાર

 

Click on your DTH Provider to Add TV9 Gujarati