એક CLICKમાં 12 કરોડ ખેડૂતોના બૅંક ખાતાઓમાં 25000 કરોડ રૂપિયા ટ્રાંસફર કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાણો કઈ રીતે ?

એક CLICKમાં 12 કરોડ ખેડૂતોના બૅંક ખાતાઓમાં 25000 કરોડ રૂપિયા ટ્રાંસફર કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાણો કઈ રીતે ?

લોકસભા ચૂંટણી 2019 પહેલા કિસાન સન્માન નિધિ સ્કીમને ગેમ ચેંજર તરીકે જોઈ રહેલી મોદી સરકાર રવિવારે તેનો પહેલો હફ્તો ઇસ્યુ કરશે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગોરખપુર ખાતે રાષ્ટ્રીય કિસાન સન્મેલન પ્રસંગે એક ક્લિકમાં દેશના 12 કરોડ ખેડૂતોના બૅંક ખાતાઓમાં 25000 કરોડ રૂપિયાની રકમ ટ્રાંસફર કરશે. આ રકમ નાના અને સીમાંત ખેડૂતોને આપવામાં આવી રહી છે.

ભાજપ સાંસદ અને ખેડૂત મોરચાના પ્રમુખ વીરેન્દ્ર સિંહે કહ્યું કે બજેટમાં જાહેર કરાયેલી 75000 કરોડ રૂપિયાની કિસાન સન્માન નિધિ યોજના લૉંચ કરવા માટે ગ્રાઉંડ વર્ક પૂર્ણ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ ભાજપ પ્રમુખ રાજ વર્માએ કહ્યું ખે ખેડૂતો માટે આ પોતાની જાતની પ્રથમ સ્કીમ છે કે જે દેશના વિકાસ માટે કરોડરજ્જૂ છે. એકલા યૂપીમાં જ 90 લાખ નાના અને મધ્યમ ખેડૂતોને આ સ્કીમનો લાભ મળવાનો છે.

નોંધનીય છે કે આ યોજના હેઠળ મોદી સરકાર બે એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયામાં આપવાની છે. મોદી સરકારે ચૂંટણીને જોતા પહેલો હફ્તો 2000 રૂપિયાનો 24 ફેબ્રુઆરીએ યોજનાના લૉંચિંગ સાથે જ આપવાનું નક્કી કર્યું છે અને બીજો 2000 રૂપિયાનો હફ્તો પણ એપ્રિલમાં જ આપવાની તૈયારી કરી લેવામાં આવી છે. આ રીતે ખેડૂતોને ચૂંટણી પહેલા આ યોજના હેઠળ 4 હજાર રૂપિયા મળી જશે.

[yop_poll id=1683]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channell”]

Click on your DTH Provider to Add TV9 Gujarati