મમ્મીઓની જૂની સાડીઓમાં લાવો જાન, કરો રિયુઝ અને બનાવો આવા સુંદર આઉટફિટ

મમ્મીઓની જૂની સાડીઓમાં લાવો જાન, કરો રિયુઝ અને બનાવો આવા સુંદર આઉટફિટ

તમારો વોર્ડરોબ ખોલશો એટલે તેમાં મોટાભાગે વેસ્ટર્ન આઉટફિટ અને કપડાં જ જોવા મળતા હશે. આજના ટ્રેન્ડ અનુસાર લેટેસ્ટ સ્ટાઈલના કપડાં દરેક પાસે હશે પણ જો તમે તમારી મમ્મીનું વોર્ડરોબ ખોલશો તો એકથી એક ચડિયાતી અને ખુબસુરત સાડીઓ જોઈને તમારું મન લલચાઈ જશે પણ દરેક પ્રસંગમાં સાડી પહેરવાનું તમને કદાચ નહીં પણ ગમે અને એ કમ્ફર્ટેબલ પણ નથી લાગતું તો શું કરશો ? ફેશનેબલ યુવતીઓએ આ સમસ્યાનો ઉકેલ પણ શોધી કાઢ્યો છે. હાલમાં જૂની આકર્ષક સાડીઓમાંથી તમને ગમે એવા ડિઝાઈનર આઉટફિટ બનાવવાનો ટ્રેન્ડ ચાલે છે, જે એકદમ નવો છે. આ સાડીમાંથી તમે સહેલાઈથી શોર્ટ કુરતી અથવા ક્રોપ ટોપ બનાવી શકો છો. આ કુરતી અથવા ટોપ સાથે સિલ્ક પેન્ટ કે સ્કર્ટનું મેચિંગ ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવી દેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ જૂની સાડીમાંથી ઘેરદાર સ્કર્ટ કે ઘાઘરો બનાવીને તહેવારો દરમ્યાન મેચિંગ ટોપ સાથે પહેરીને અલગ લુક મેળવી શકો છો. જેના કારણે સાડીની તમામ સુંદરતાને ડિઝાઈનમાં સમાવી શકાય. સાડીમાંથી ડિઝાઈનર પેન્ટ્સ પણ બેસ્ટ ઓપ્શન છે. જો જૂની સાડીનો પાલવ અથવા સાડી બહુ હેવી હોય તો તમે એની મૂળ સુંદરતા જાળવી રાખવા માટે એમાંથી ડિઝાઈનર હેવી દુપટ્ટો બનાવી શકો છો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ દુપટ્ટો સિલ્કના ચુડીદાર કુરતીને ગોર્જીયસ લુક આપે છે. હાલમાં જૂની વર્કવાળી સાડીમાંથી કુરતી-સ્કર્ટનો કોમ્બો બનાવવાનું પણ ચલણમાં છે. આ કુરતી સ્કર્ટ સાથે ચાંદબાલી અને મેચિંગ કલચ ખૂબસુરતીમાં વધારો કરશે. તહેવારો વખતે એને પહેરવાથી તમે બધાથી અલગ તરી આવશો. ફેશનેબલ યુવતીઓમાં પ્લેન સિલ્ક સાડીમાંથી પ્લાઝો બનાવવાનું ચલણ પણ વધ્યું છે. તહેવારો વખતે આ પ્લાઝો પહેરવાથી તમે ફેશન આઈકન બની શકશો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


  • Follow us on Facebook

Published On - 9:25 pm, Thu, 17 September 20

Click on your DTH Provider to Add TV9 Gujarati