મુંબઇ ‘CST ફૂટઓવર બ્રિજે’ લીધા 6 લોકોના ભોગ, તો ટ્રાફિક સિગ્નલે બચાવ્યા સેંકડો લોકોના જીવ, શું છે આ બ્રિજનું આતંકી કસાબ સાથે કનેક્શન ?

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં ગુરૂવારે સાંજે મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પાસે ફુટઓવર બ્રિજ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. CST રેલવે સ્ટેશન નજીક ફુટઓવર બ્રિજ ધરાશાયી થતા, કુલ 6 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે 31થી વધુ લોકો આ દૂર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. A 39-year-old taxi […]

મુંબઇ 'CST ફૂટઓવર બ્રિજે' લીધા 6 લોકોના ભોગ, તો ટ્રાફિક સિગ્નલે બચાવ્યા સેંકડો લોકોના જીવ, શું છે આ બ્રિજનું આતંકી કસાબ સાથે કનેક્શન ?
Follow Us:
| Updated on: Mar 15, 2019 | 3:24 AM

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં ગુરૂવારે સાંજે મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પાસે ફુટઓવર બ્રિજ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. CST રેલવે સ્ટેશન નજીક ફુટઓવર બ્રિજ ધરાશાયી થતા, કુલ 6 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે 31થી વધુ લોકો આ દૂર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સમગ્ર ઘટનાની જાણ પ્રધાનમંત્રી મોદી અને રેલમંત્રી પીયુષ ગોયલને થતા, તેમણે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. અને મૃતક પરિવારજનોને રૂ. 5 લાખ સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઈજાગ્રસ્તો માટે પણ રૂપિયા 50 હજારની સહાય કરવા અંગે જણાવ્યું હતું.

આ પણ વાંચો : મુંબઈના CST રેલવે સ્ટેશન પાસેનો ફૂટઓવર બ્રિજ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની સંભાવના

આ વચ્ચે કેટલાંક લોકોનો ટ્રાફિક સિગ્નલે બચાવ કર્યો છે. જો 60 સેંકેન્ડ માટે ટ્રાફિક સિગ્નલ બંધ ન હોત તો મૃત્યુ આંક વધી ગયો હોત. પુલની નીચે ટ્રાફિક સિગ્નલ હતું અને તે બંધ હોવાથી વધુ જાનહાનિ ટળી આ દુર્ઘટના બની ત્યારે નજીકનું સિગ્નલ લાલ હોવાથી વાહનો થોભ્યાં હતાં, જેને લીધે પણ મોટી જાનહાનિ ટળી હોવાનું ઘટનાસ્થળે હાજર ટેક્સીવાળાએ કહ્યું હતું.

6 dead, 36 injured in #Mumbai foot overbridge collapse #MumbaiBridgeCollapse #TV9News

6 dead, 36 injured in #Mumbai foot overbridge collapse#MumbaiBridgeCollapse #TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, १४ मार्च, २०१९

ચોંકાવનારી વાત તો એ છે કે, આ પુલનું ઓડિટ નહોતું થયું ગયા વર્ષે જુલાઈમાં 40 વર્ષ જૂના અંધેરી ગોખલે પુલ દુર્ઘટના પછી મુંબઈના બધા પુલોનું ઓડિટ કરાયું હતું, જેમાં 445 પુલોનું ઓડિટ કરવામાં આવ્યું હતું. જોકે સીએસટીના આ પુલનું ઓડિટ કેમ નહીં કરાયું એવો પ્રશ્ન ઊભો થયો છે. હાલમાં જ મહાપાલિકાએ મુંબઈમાં આઠ જર્જરિત પુલોનું તાકીદે સમારકામ કરાવવા માટે સ્થાયી સમિતિમાં 91 લાખ 15 હજારનો ખર્ચ મંજૂર કર્યો હતો. તેમાં પણ આ પુલનો સમાવેશ નથી.

કસાબ સાથે શું છે કનેક્શન ? 

તો આ બ્રિજ કસાબ બ્રિજ તરીકે ઓળખાય છે, 26/11ના આતંકી હુમલા સમયે કસાબ સહિતના આતંકવાદીઓ આ બ્રિજ પરથી પસાર થયા હતા. ત્યારથી લોકબોલીમાં આ બ્રિજને કસાબ બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. આ બ્રિજ એક અખબારની કચેરી તરફના વિસ્તારને જોડે છે. કસાબે આ બ્રિજ પરથી પસાર થઈ સીએસટીના પાછળના ગેટ પરથી સ્ટેશન પર ઘૂસી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

આ મામલે મહારાષ્ટ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. અને ઉચ્ચ સ્તરીય તપાસની ભલામણ કરી છે. જેના માટે IPC ની કલમ 304-એ હેઠલ મધ્ય રેલવે અને બીએમસીના અધિકારીઓની સામે ફરિયાદ દાખલ કરી છે. જેમાં તેમની ભૂલના કારણે લોકોના મોત થયા હોવાની FIR દાખલ કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">