રાહુલ ગાંધી બાદ મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવરાનું રાજીનામું, લોકસભા ચૂંટણી અગાઉ બન્યા હતા અધ્યક્ષ

રાહુલ ગાંધી બાદ મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવરાનું રાજીનામું, લોકસભા ચૂંટણી અગાઉ બન્યા હતા અધ્યક્ષ

લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસમાં રાજીનામા પડવાનું ચાલુ છે. મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ મિલિંદ દેવરાએ પણ આજે રાજીનામું ધરી દીધુ છે. મિલિંદ દેવરાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ત્રણ સદસ્યોની સમિતિ બનાવવાનું સૂચન કર્યું હતું. જે હવે મુંબઈ કોંગ્રેસનું કામકાજ સંભાળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ ફિલ્મ કબીર સિંહમાં કેટલાક દૃશ્યો પર ચાલી રહેલા વિવાદ પર ડાયરેક્ટર સંદીપ વાંગાનો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મિલિંદ દેવરા વિશે કહેવાય છે કે, મુંબઈની કોંગ્રેસના અધ્યક્ષ પદેથી મુક્ત થઈને દિલ્હીમાં મોટીમાં મોટી જવાબદારી સંભાળી શકે છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન અને વંચિત અઘાડી વિરુદ્ધ કોંગ્રેસને એકલા હાથે લડવાનું છે. લોકસભામાં જીત પછી મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન વધુ મજબૂત બની રહ્યું છે. તેની સામે કોંગ્રેસની કામગીરી નબળી બની ચૂકી છે. જેને લઈને આગામી વિધાનસભા ચૂંટણી મામલે કોંગ્રેસમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

લોકસભા ચૂંટણી અગાઉ જ મિલિંદ દેવરા મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. ચૂંટણીના એક મહિના અગાઉ તેમને જવાબદારી સોપવામાં આવી હતી. તેમ છતાં મિલિંદ દેવરાએ પાર્ટીના નેતાઓમાં એકતા અને ઓળખની રાજનીતિને ખતમ કરવાની કોશિશો કરી હતી. સાથે મિલિંદ દેવરાએ ભાજપ અને શિવસેનાના ગઠબંધનને ટક્કર આપી હતી. ત્યારે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીનું માનવું છે કે, મુંબઈમાં દેવરાનું કોઈ વિકલ્પ નથી.

Click on your DTH Provider to Add TV9 Gujarati