મુંબઈ-પૂણેમાં ત્રણ સ્થળોએ દીવાલ ધરાશાયી થતા 22 લોકોએ જીવ ગુમાવ્યો, પિંપરી પાડામાં મૂશળધાર વરસાદને પગલે એક દીવાલ પડી હતી

મુંબઈ-પૂણેમાં ત્રણ સ્થળોએ દીવાલ ધરાશાયી થતા 22 લોકોએ જીવ ગુમાવ્યો, પિંપરી પાડામાં મૂશળધાર વરસાદને પગલે એક દીવાલ પડી હતી

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ત્રણ દુર્ઘટનામાં 22 લોકોના મોત નિપજ્યાં. મુંબઈ-પૂણેમાં ત્રણ સ્થળોએ દિવાલ ધરાશાયી થતા 22 લોકોએ જીવ ગુમાવ્યો. મુંબઈના મલાડ પૂર્વના પિંપરી પાડા વિસ્તારમાં મૂશળધાર વરસાદને પગલે એક દિવાલ પડી હતી. આ દુર્ઘટનામાં 13 લોકોના મૃત્યુ થયા. જ્યારે 13થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યાં છે. આ દુર્ઘટનામાં 150થી વધારે ઝૂંપડાઓને નુકસાન પહોંચ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ અમદાવાદની જગન્નાથ યાત્રામાં આવતા વર્ષથી એક નહીં પણ બે મામેરા પુરાશે!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એનડીઆરએફ અને મુંબઈ પોલીસની રાહત અને બચાવ ટુકડીઓ દુર્ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચલાવી રહી છે. કલ્યાણમાં નેશનલ ઉર્દૂ સ્કૂલની દિવાલ પડતા 3 લોકોના મોત નિપજ્યાં છે. પૂણેના સિંહગઢમાં એક કોલેજની દિવાલ પડતા 6 લોકોના મોત થયા. અને 5 ઈજાગ્રસ્ત થયા છે. ભારે વરસાદ બાદ મુંબઈ, નવી મુંબઈ અને થાણેની તમામ સ્કૂલમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મૃતકોના સ્વજનોને 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Click on your DTH Provider to Add TV9 Gujarati