Oxygen purity : ગુજરાતમાં છેલ્લા 5 વર્ષથી ઓક્સિજનની શુદ્ધતા ચકાસવામાં આવતી નથી, દર્દીઓને કેવો ઓક્સિજન અપાઈ રહ્યો છે?

Oxygen purity : AIIMS ના રુમેટોલોજી વિભાગના હેડ અને પ્રોફેસર ડો.ઉમા કુમાર (Dr.Uma Kumar) એ બ્લેક ફંગસ ના સંક્રમણ થવા અંગે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરી છે.

Oxygen purity  : ગુજરાતમાં છેલ્લા 5 વર્ષથી ઓક્સિજનની શુદ્ધતા ચકાસવામાં આવતી નથી, દર્દીઓને કેવો ઓક્સિજન અપાઈ રહ્યો છે?
સાંકેતિક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 04, 2021 | 9:32 PM

Oxygen purity : રાજ્યમાં કોરોના મહામારી બાદ મ્યુકોરમાઈકોસીસ (Mucormycosis) એટલે કે બ્લેક ફંગસે માથું ઉચકયું છે. અત્યાર સુધીમાં બ્લેક ફંગસનો ઘણા લોકો ભોગ બન્યા અને તેમના આંખ, નાક, જડબા અને તાળવા ઓપરેશન કરીને કાઢી નાખવા પડ્યા છે, તો અમુક લોકો આ બીમારીને કારણે મૃત્યુ પણ પામ્યા છે. આ બ્લેક ફંગસ મહામારી પાછળ એક કારણ અશુદ્ધ ઓક્સિજનને પણ મનાવામાં આવે છે. આવો અશુદ્ધ ઓક્સિજન દર્દીઓને આપતા પહેલા તેની શુદ્ધતાની ચકાસણી કરવી જરૂરી છે, પણ રાજ્યમાં છેલ્લા 5 વર્ષથી ઓક્સીજનની શુદ્ધાતાની તપાસ કરવામાં નથી આવી.

5 વર્ષથી ઓક્સિજનની શુદ્ધતાની તપાસ નહી એક મીડિયા રીપોર્ટ અનુસાર ગુજરાતમાં છેલ્લા 5 વર્ષથી ઓક્સિજનની શુદ્ધતા (Oxygen purity) ની તપાસ કરવામાં નથી આવી. કોરોના મહામારીમાં ઓક્સીજન સીલીન્ડરની અછત ઉભી થતા ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન સીલીન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘણા નિષ્ણાંતો એવું પણ માની રહ્યા છે કે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન સીલીન્ડરમાં રહેલા અશુદ્ધ ઓક્સિજનથી મ્યુકોરમાઈકોસીસ (Mucormycosis) એટલે કે બ્લેક ફંગસનો રોગચાળો ઉભો થયો છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આવો ઓક્સિજન દર્દીઓને આપતા પહેલા તેની શુદ્ધતા (Oxygen purity) ની તપાસ થવી જરૂરી છે.પણ એ મીડિયા રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં આરોગ્ય વિભાગ અંતર્ગત આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી મેડીકલ ઓક્સિજનની શુદ્ધતા (Oxygen purity) ની તપાસ કરવામાં આવી નથી. એટલે કે હોસ્પિટલમાં દર્દીઓને શુદ્ધ કે અશુદ્ધ કેવો ઓક્સિજન અપાઈ રહ્યો છે તેની ખાતરી કરવામાં આવતી નથી.

Mucormycosis ના સંક્રમણમાં ઇન્ડસ્ટ્રીયલ ઓક્સીજન જવાબદાર ? કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસો વધતા દેશમાં ઓક્સિજનની ભારે અછત ઉભી થઇ હતી. ઓક્સિજનની આ અછતને દુર કરવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે વિવિધ પગલાઓ લીધા હતા. જેમાંનું એક હતું ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના સીલીન્ડરોનો પણ મેડીકલ ઓક્સિજન સપ્લાય કરવા માટે ઉપયોગ કરવામાં આવે, જેથી કરીને વધુ પ્રમાણમાં મેડીકલ ઓક્સિજનનો સપ્લાય થઇ શકે.

AIIMS ના રુમેટોલોજી વિભાગના હેડ અને પ્રોફેસર ડો.ઉમા કુમાર (Dr.Uma Kumar) એ બ્લેક ફંગસ  (Mucormycosis)  ના સંક્રમણ થવા અંગે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરી છે. કારણકે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન મેડીકલ ઓક્સીજન જેટલો શુદ્ધ નથી હોતો અને તેનો ઉપયોગ મેડીકલ ઓસ્કીજન તરીકે થઇ શકે નહિ. આથી ડો.ઉમા કુમારે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન અને તેના સીલીન્ડર બ્લેક ફંગસના સંક્રમણ અંગે જવાબદાર હોવાની આશંકા વ્યકત કરી છે.

આ પણ વાંચો : Lancet Journal : એક વાર સંક્રમિત થયા બાદ 10 મહિના સુધી કોરોના સંક્રમણનું જોખમ ઓછું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">