2018માં એક જ વર્ષમાં 200 થી વધુ આતંકીઓ ઠાર, આંતકીઓમાં પણ હવે બેઠો સેનાનો ડર

જમ્મુ અને કાશ્મીરમાં આ એક જ વર્ષમાં 223 આંતકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. છેલ્લા એક દાયકામાં સૌથી વધુ સંખ્યામાં આતંકાવાદીઓને માત્ર એક જ વર્ષમાં મારવામાં આવ્યા છે. જે સૌથી મોટો આંકડો છે. આ પહેલાં 2010માં 232 આતંકીઓને મારવામાં આવ્યા હતા. ગૃહમંત્રાલયના આંકડા અનુસાર આ વર્ષે આતંકવાદી પ્રવૃતિમાં વધારો થયો છે. ગત વર્ષે 342 આતંકવાદી પ્રવૃતિ […]

2018માં એક જ વર્ષમાં 200 થી વધુ આતંકીઓ ઠાર, આંતકીઓમાં પણ હવે બેઠો સેનાનો ડર
Army_tv9
Follow Us:
| Updated on: Dec 09, 2018 | 1:50 PM

જમ્મુ અને કાશ્મીરમાં આ એક જ વર્ષમાં 223 આંતકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. છેલ્લા એક દાયકામાં સૌથી વધુ સંખ્યામાં આતંકાવાદીઓને માત્ર એક જ વર્ષમાં મારવામાં આવ્યા છે. જે સૌથી મોટો આંકડો છે. આ પહેલાં 2010માં 232 આતંકીઓને મારવામાં આવ્યા હતા. ગૃહમંત્રાલયના આંકડા અનુસાર આ વર્ષે આતંકવાદી પ્રવૃતિમાં વધારો થયો છે. ગત વર્ષે 342 આતંકવાદી પ્રવૃતિ માત્ર કાશ્મીરમાં થઈ હતી.

એટલું જ નહીં 40 જેટલાં નાગરિકોના પણ આ આંતકવાદી પ્રવૃતિમાં મોત થયા છે. આ તરફ કપૂરથલામાં સૈનિક સ્કૂલની મુલાકાતે પહોંચેલા લેફટનન્ટ જનરલ રણવીર સિંહે જણાવ્યું કે સરકાર અને સુરક્ષા દળો દ્વારા ઉઠાવવામાં આવી રહેલાં પગલાંને કારણે આતંકી સંગઠનોમાં સામેલ થનારા યુવકોની સંખ્યામાં ઘણો જ ઘટાડો આવ્યો છે.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

આ પણ વાંચો : HSRP નંબર પ્લેટ ન લગાવી હોય તો ચેતી જજો, 31 ડિસેમ્બરથી લાગશે ભારે દંડ

શું માનવું છે સેનાનું ? 

રણવીર સિંહે જણાવ્યું કે સ્થાનિક લોકો જવાનોને આતંકીઓ અંગે જાણકારી આપે છે. આ સકારાત્મક પગલું છે. આ પગલાંને કારણે કાશ્મીર ઘાટીમાં આતંકીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ તરફ પાકિસ્તાન કાશ્મીરમાં વધુમાં વધુ આતંકીઓની ઘુસણખોરી કરવા માગે છે. પરંતુ અમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે તેમને કોઈપણ ભોગે સફળ થવા ન દઈશું

શું હતી અગાઉની સ્થિતિ ?

આ અગાઉ સરકારે ગત વર્ષે સંસદમાં જણાવ્યું હતું કે 2017માં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોની સાથે અથડામણમાં 213 આતંકીઓ માર્યાં ગયા હતા. આતંક વિરૂદ્ધ લડાઈમાં રાજ્ય પોલીસ અને સેનાના 80 જવાન પણ શહીદ થયા હતા. તો 2016માં 150 આતંકીઓ ઠાર થયા હતા.

રાજ્યપાલ શાસન પછી શું થઈ સ્થિતિ ? 

19 જૂનના રાજ્યપાલ શાસન લાગુ થયા પછી અગાઉની સરખામણીમાં વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ દરમિયાન સુરક્ષા જવાનોએ ઘણાં મોટાં આતંકીઓને ઠાર માર્યા છે. જેમાં લશ્કર કમાન્ડર નવીદ જટ, જૈશ-એ-મોહમ્મદના મુખ્યા મૌલાના મસૂદ અઝહરના ભત્રીજા ઉસ્માન હૈદર અને હિઝ્બુલ મુઝાહિદીન કમાન્ડર અલ્તાફ અહમદ ડારને પણ ઠાર કરવામાં આવ્યો છે.

[yop_poll id=”171″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">