જામનગરના લોકો માટે ખુશ ખબર! રણજીતસાગર ડેમ થયો ઓવરફલો, જુઓ VIDEO

જામનગરના લોકો માટે ખુશ ખબર! રણજીતસાગર ડેમ થયો ઓવરફલો, જુઓ VIDEO

સૌરાષ્ટ્રમાં થયેલી મેઘમહેરથી મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે, ત્યારે જામનગરની વાત કરીએ તો જામનગર શહેરને પાણી પૂરુ પાડતો રણજીતસાગર ડેમ પણ ઓવરફ્લો થયો છે. 27 ફૂટની ઉંચાઈ ધરાવતો રણજીતસાગર ડેમ રવીવાર રાતથી જ ઓવરફ્લો થતા શહેરને પાણીનો પ્રશ્ન દૂર થયો છે. અગાઉ ઓછા વરસાદથી ડેમ ભરાયો ન હતો, ત્યારે ચાલુ વર્ષે સારો વરસાદ રહેતા રણજીતસાગર ડેમ છલોછલ થઈ ઓવરફ્લો થયો છે. જિલ્લાનો રસોઈ ડેમ પણ શનિવારથી જ ઓવરફ્લો થઈ ચૂક્યો છે. આ ઉપરાંત જામનગરમાં ઉંડ 1, આજી 3 અને કંકાવટી સહિતના ડેમ પણ ઓવરફ્લો છે, જેને પગલે હવે આગામી સમયમાં પાણીની સમસ્યા દૂર થઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: 16 વર્ષના યુવકે પાસ કરી એક એવી મહાપરીક્ષા કે પીએમ મોદીએ પણ આપ્યા અભિનંદન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati