મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રથમ બજેટ તૈયાર કરવામાં ગુજરાત કેડરના 2 IASનો ‘મહાફાળો’

મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રથમ બજેટ તૈયાર કરવામાં ગુજરાત કેડરના 2 IASનો 'મહાફાળો'

નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ જાહેર કરવાની અંતિમ તૈયારીઓમાં લાગી ગયા છે. મોદી સરકારની પ્રચંડ જીત પછી આ સરકારનું પ્રથમ બજેટ છે. તેથી લોકોને ઈચ્છાઓ છે કે નાણામંત્રી એવા પગલા ઉઠાવે જેનાથી અર્થવ્યવસ્થાની સ્થિતી સુધારશે તો લોકોને પણ રાહત મળશે.

બજેટ તૈયાર કરવામાં નાણામંત્રીને દેશના ઘણાં દિગ્ગજ અધિકારીઓએ સાથ આપ્યો છે. આ વખતે બજેટ ખુબ મહત્વપૂર્ણ છે. કારણ કે નાણામંત્રીની સામે અર્થવ્યવસ્થાના ઘણા પડકારો છે. બજેટ તૈયાર કરવામાં મુખ્ય રીતે 6 દિગ્ગજ અધિકારીઓએ નાણામંત્રીની મદદ કરી છે. આ દિગ્ગજોની સલાહ નિશ્ચિત રૂપે નાણામંત્રી માટે ખુબ કામની રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1. કે.સુબ્રમણ્યન, મુખ્ય આર્થિક સલાહકાર (CEA)

કે. સુબ્રમણ્યનને રઘુરામ રાજને ભણાવ્યા છે. તેમને અમેરિકાના શિકાગો યૂનિવર્સિટીથી પ્રોફેસર લુઈગ જિંગાલેસ અને રઘુરામ રાજનના નેતૃત્વમાં ફાઈનાન્શિયલ ઈકોનોમિક્સમાં phd કર્યુ છે. મંદ પડેલી અર્થવ્યવસ્થાને ફરી ગતિ આપવા માટે તેમની સલાહ નિશ્ચિત રૂપે બજેટ તૈયાર કરવામાં નાણામંત્રી માટે ખુબ કામ લાગશે.

આ પણ વાંચો: જય વસાવડાના સાહિત્યક અંદાજમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રોચક ગાથાનો VIDEO જુઓ

2. સુભાષ ગર્ગ, નાણા અને આર્થિક મામલાના સચિવ

નાણા મંત્રાલયના જુના ખેલાડી ગર્ગે અર્થવ્યવસ્થાના ઘણા પડકારોનો સામનો કર્યો છે. ગ્રોથ રેટ ઓછો થવો, ખાનગી રોકાણ ઘટવાથી ઉભા થતાં પ્રશ્નોને કેવી રીતે હલ કરવા અને રાજકોષીય મજબૂતી પણ બનેલી રહે તેમાં સુભાષ ગર્ગની સલાહ કામ આવી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

3. અજય ભૂષણ પાંડેય, મહેસૂલ સચિવ

આધારકાર્ડ પરિયોજનાને સાકાર કરનારી યૂનિક આઈડેન્ટીફિકેશન ઓથોરીટીમાં કૌશલ બતાવ્યા પછી હવે એ જોવાનું રહેશે કે મહેસૂલના મોર્ચે પર અજય ભૂષણ શું છાપ છોડશે? શું મહેસૂલ વધારવા અને ટેક્સપેયર્સની સુવિધા વધારવા માટે ટેક્નોલોજીને પણ વધારવામાં આવશે? બજેટથી જાણી શકાશે કે તેમને શું સલાહ આપી છે.

4. જીસી મુર્મૂ, ખર્ચ સચિવ

ગુજરાત કેડરના IAS અધિકારી મુર્મૂ તેમના પહેલા નાણાકીય સેવાઓ અને મહેસૂલ વિભાગમાં કામ કરી ચૂક્યા છે. તે યોજનાઓના અમલીકરણ માટે માહિર છે. તેમની સામે પડકાર છે કે વડાપ્રધાન મોદીની મનગમતી યોજનાઓને પણ પુરી રીતે આગળ વધારવામાં આવે અને ખર્ચ પર પણ અંકુશ રહે.

5. રાજીવ કુમાર, નાણાકીય સેવા વિભાગના સચિવ

મોદી સરકારના ઘણા પ્રમુખ એજન્ડા જેવા કે બૅંક મર્જર, ફસાયેલા દેવા પર અંકુશ વગેરે પર કામ કરવામાં રાજીવ કુમારની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. હાલમાં તેમના ખાતામાં વીમા કંપનીઓનું મર્જર અને સાર્વજનિક બૅંકોમાં સુધારાની પણ જવાબદારી છે. બજેટમાં તેમની સલાહ કેવી રીતે બહાર આવે છે તે જોવુ રહેશે.

[yop_poll id=”1″]

 

6. અતાનુ ચક્રવર્તી DIPAM સચિવ

1985 બેચના ગુજરાત કેડરના આ IAS અધિકારીએ ગયા વર્ષે સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્ય (વિનિવેશ લક્ષ્ય)ને પુરા કરવામાં ખુબ મદદ કરી હતી. તેમને તે માટે ઘણી અનોખી સલાહ આપી હતી. હાલમાં પણ સાર્વજનિક કંપનીઓની ભાગદારી વેચવા માટેના મહત્વપૂર્ણ એજન્ડા તેમની સામે છે. નાણામંત્રીને નિશ્ચિત રૂપથી તેમની સલાહથી આ મામલે ખુબ મદદ મળી હશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati