ફરી MNSની દાદાગીરીની ઘટના સામે આવી, MNSના નેતાએ ગુજરાતી વ્યક્તિ પાસે મગાવી માફી, જુઓ VIDEO

ફરી MNSની દાદાગીરીની ઘટના સામે આવી, MNSના નેતાએ ગુજરાતી વ્યક્તિ પાસે મગાવી માફી, જુઓ VIDEO

MNSની દાદાગીરીની VIDEO સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં મનસેની દાદાગીરી કેટલી હદે છે તે સૌ કોઈ જાણે છે. પણ કોઈના અંગત ઝઘડાને પણ પ્રાંતવાદનું નામ આપી, દાદાગીરી કરે તે કેટલા અંશે યોગ્ય છે. આ ઘટના જોયા પછી સ્વાભાવિકપણે તમને આ વિચાર આવશે મૂળ ગુજરાતના અને મુંબઈમાં રહેતા હસમુખ શાહ નામના વ્યક્તિએ કોઈ કારણોસર એક મરાઠી વ્યક્તિને માર માર્યો હતો અને આ જ વાતને દાઝમાં રાખીને થાણે-પાલઘરના મનસે અધ્યક્ષ અવિનાશ જાધવે હસમુખ શાહ પાસે ઓન કેમેરા મરાઠી લોકોની કાન પકડીને માફી મગાવી હતી.

આ પણ વાંચો: વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારમાં વરસ્યો વરસાદ, જુઓ VIDEO

જેનો VIDEO અવિનાશ જાધવે તેના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટના પેજ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં આ મનસેના નેતાની દાદાગીરી સ્પષ્ટ દેખાઇ આવે છે. આ ઘટના શું હતી તેની વાત કરીએ તો થાણેના વિષ્ણુનગરમાં સુયશ એપાર્ટમેન્ટના બે સભ્યો રાહુલ પૈઠણકર અને હસમુખ શાહ વચ્ચે નજીવી બાબતે વિવાદ થયો હતો. બંને એક ફ્લેટમાં રહેતા રાહુલ અને હસમુખ વચ્ચે લિફ્ટને રોકવા બાબતે 7 સપ્ટેમ્બરના રોજ ઝઘડો થયો હતો અને મારામારી પણ થઈ હતી. આ અગં નૌપાડા પોલીસ સ્ટેશનમાં બંનેએ એકબીજા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હસમુખ અને રાહુલ એક જ બિલ્ડીંગમાં રહે છે. જેમાં રાહુલ પાંચમા અને હસમુખ છઠ્ઠા માળે રહે છે. 7 સપ્ટેમ્બરે સાંજે 4.30 કલાકે રાહુલ પૈઠણકરની માતા લિફ્ટમાં લપસી પડ્યા અને તેથી લિફ્ટને પાંચમા માળે થોડીવાર માટે રોકવામાં આવી હતી. જેને લઈને બંને વચ્ચે ઝઘડો થયો અને વાત મારામારી સુધી પહોંચી ગઈ, મારામારીની આ ઘટના CCTVમાં કેદ થઈ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

CCTVના આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો અને તેના પર પરપ્રાંતિય ટીપ્પણી પણ કરાવામાં આવી અને તેને કારણે વિવાદ વધુ વણસ્યો હતો. આ મામલે હસમુખ અને રાહુલને પોલીસે નોટિસ પણ પાઠવી હતી. પણ એક નજીવી બાબતને મનસેએ રાજકીય રંગ આપ્યો અને તેને કારણે ગુજરાતીઓ અને મરાઠીઓ વચ્ચે મનભેદ ઉભો કરવાની કોશીષ મનસેના નેતાએ કરી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati