સુરતની સગીરાએ પોતાના જ બાળકને સોસાયટીની બહાર ફેંકી દીધું, CCTVમાં કેદ થયા દૃશ્યો

સુરતની સગીરાએ પોતાના જ બાળકને સોસાયટીની બહાર ફેંકી દીધું, CCTVમાં કેદ થયા દૃશ્યો


સુરતમાં હૃદય હચમચાવી નાખે તેવી દ્રશ્યો સામે આવ્યા છે. શહેરની એક સગીરાએ પોતાના જ બાળકને સોસાયટીની બહાર ફેંકી દેતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. સગીરાને ગર્ભ રહી જતા તેણે બાળકને જન્મ તો આપી દીધો. પરંતુ સમાજના ડરે તેને બાળક સાથે રાખવા માટે હિમ્મત ન આપી. આખરે સગીરાએ નિષ્ઠુર હૃદયે બાળકને સોસાયટીની બહાર ફેંકી દેવાનું નક્કી કર્યું.

આ પણ વાંચોઃ દારૂબંધીની અમલદાર ગુજરાત પોલીસના PSI જ નશાની હાલતમાં ઝડપાયા

જો કે બાળકને સોસાયટી બહાર ફેંકતા સમયે સોસાયટીના જ અન્ય મકાનમાં લાગેલા સીસીટીવીમાં સગીરા કેદ થઇ ગઇ હતી. જે અંગે કાપોદ્રા પોલીસે સીસીટીવીના આધારે સગીરાની ધરપકડ કરી છે. અને બાળકનો પિતા કોણ છે તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati