અમેરિકામાં ખુબ જ કઠીન હોય છે સૈન્યની તાલિમ, મૂળ ગુજરાતની દેવકી ઝાલાએ સૈન્ય તાલિમના વર્ણાવ્યા અનુભવ

અમેરિકામાં સૈન્યમાં ફરજ બજાવવી એ ગર્વની વાત ગણાય છે. અમેરિકામાં જ સ્થાયી થયેલ મૂળ ગુજરાતી પરીવારની દેવકીબા ઝાલાએ અમેરિકાની સૈન્ય તાલિમ પૂરી કરી છે. સૈન્ય તાલિમ મેળવવાના ગર્વની વાત સાથે દેવકીબા ઝાલાએ સૈન્ય તાલિમના અનુભવો સોશિયલ મીડિયા થકી જણાવ્યા છે. અમેરિકામાં સૈન્ય તાલિમ ખુબ જ કઠીન હોય છે. ગણતરીની મિનીટમાં જ બધુ કામ પૂર્ણ કરવાનો […]

અમેરિકામાં ખુબ જ કઠીન હોય છે સૈન્યની તાલિમ, મૂળ ગુજરાતની દેવકી ઝાલાએ સૈન્ય તાલિમના વર્ણાવ્યા અનુભવ
Follow Us:
| Updated on: Sep 23, 2020 | 12:23 PM

અમેરિકામાં સૈન્યમાં ફરજ બજાવવી એ ગર્વની વાત ગણાય છે. અમેરિકામાં જ સ્થાયી થયેલ મૂળ ગુજરાતી પરીવારની દેવકીબા ઝાલાએ અમેરિકાની સૈન્ય તાલિમ પૂરી કરી છે. સૈન્ય તાલિમ મેળવવાના ગર્વની વાત સાથે દેવકીબા ઝાલાએ સૈન્ય તાલિમના અનુભવો સોશિયલ મીડિયા થકી જણાવ્યા છે. Military training is very difficult in America, Devaki Zala, a native of Gujarat, described the experience of military training.1

અમેરિકામાં સૈન્ય તાલિમ ખુબ જ કઠીન હોય છે. ગણતરીની મિનીટમાં જ બધુ કામ પૂર્ણ કરવાનો અઘરો લક્ષ્યાંક આપવામાં આવતો હોય છે. જો કોઈ નિયત સમય મર્યાદામાં એ તાલિમ પૂરી ના કરે તો તેની સજા સમગ્ર ટીમને ભોગવવી પડતી હોવાની વાત મૂળ ગુજરાતી એવા દેવકીબા ઝાલાએ જણાવી છે.

Military training is very difficult in America, Devaki Zala, a native of Gujarat, described the experience of military training.2 દેવકીબાએ પૂર્ણ કરેલ સૈન્ય તાલિમ અંગે જણાવ્યું છે કે, આ તાલિમ બહુ અઘરી હોય છે. ત્રણ મહિના સુધીની આ કઠીન તાલિમ લેવી પડે છે. જેમાં ક્રોલિગ, ચાલવાનું, દોરડા ઉપર લટકીને સરકવા જેવી તાલિમ લેવાની હોય છે. તો રેતાળ અને ખાડાટેકરા જેવા રસ્તાઓ ઉપર 65 પાઉન્ડ વજન સાથે 10 માઈલ સુધી ચાલવાની આકરી તાલિમ હોય છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અમેરિકામાં સૈન્ય તાલિમ દરમિયાન ગેસ ચેમ્બરમાં માસ્ક ધારણ કરીને પણ તાલિમ આપવામાં આવે છે. તો દોરડા ઉપર લટકીને ખુબ ઉંચાઈ પરથી નીચે ઉતરવા ઉપરાંત રોજબરોજ અવનવી રાઈફલ દ્વારા ચોક્કસ નિશાન ઉપર ગોળીબાર કરવાની તાલિમ પણ આપવામાં આવે છે. સૈન્ય તાલિમ દરમિયાન પુશ અપ્સ, દોડવા સહીતની શારીરિક કસરત વડે શરીરને ચુસ્ત રાખવામાં આવે છે.

Military training is very difficult in America, Devaki Zala, a native of Gujarat, described the experience of military training.3

દેવકીબાએ સૈન્ય તાલિમ દરમિયાન એ પણ વર્ણાવ્યું છે કે, માત્ર ત્રણ જ મિનીટમાં ભોજન આરોગવુ પડતુ હોય છે. માત્ર સાત મિનીટમાં સ્નાન કરીને સૈન્ય સરંજામ સાથે તૈયાર થઈ જવુ પડતુ હોય છે. જો નિયત સમય મર્યાદામાં તમે આ કામગીરી ના કરી શકો તો તેના માટે શિક્ષા ભોગવવા તૈયાર રહેવું પડે. ખાસ કરીને 150 પુશઅપ્સ કરવાના હોય.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ દેવકીબા ઝાલાને અમેરિકાના સૈન્ય તાલિમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ખાસ કરીને ગુજરાતીઓ સૈન્યમાં ઓછુ જવુ પસંદ કરતા હોય છે ત્યારે ગુજરાતની દિકરીએ સૈન્યમાં જોડાઈને ગુજરાતની નવી પેઢીની દિકરી માટે પ્રેરણા પૂરી પાડવાની વાત કરીને, વિજય રૂપાણીએ દેવકીબાના માતા અને પિતાને પણ અભિનંદન આપ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">