મેથીના દાણાના ફાયદાની સાથે આ 5 નુકશાન વિશે પણ જાણવું છે જરૂરી

મેથીના દાણાના ફાયદાની સાથે આ 5 નુકશાન વિશે પણ જાણવું છે જરૂરી

મેથીના દાણાનું સેવન ઘણા લોકો કરતા હોય છે અને કેટલીક વાર તેનું શાક પણ બનાવવામાં આવે છે પણ જો તમને મેથીના દાણા ખાવાનું બહુ ગમે છે તો એ જરૂરી છે કે મેથીના દાણા ખાવાથી આરોગ્ય માટે આ 5 નુકસાન પણ થઈ શકે છે.

Methi na dana na fayda ni sathe aa 5 nukshan vishe pan janvu che jaruri

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1) તે જરૂરી નથી કે મેથીના દાણાનું સેવન બધા માટે ફાયદાકારક હોય છે. કેટલાક લોકોને તેનાથી નુકસાન થઈ શકે છે. ખાસ કરીને જે લોકો બ્લડ શુગર અથવા ડાયાબિટીસના દર્દી છે, તેઓએ આના સેવનથી બચવું જોઈએ, કારણકે તે સુગરના સ્તરને પ્રભાવિત કરે છે.

2) કેટલીક વાર તેને ખાવાથી પેટ સંબંધી સમસ્યાઓ પણ ઉભી થાય છે. જેમકે ગેસ, ખાટા ઓડકાર. તેનાથી બચવા માટે તેની માત્રા પર વિશેષ ધ્યાન રાખો અને જો તે તમને તે સૂટ નથી કરતું તો તેને ખાવાનું ટાળો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

3) મેથીના દાણા ખાવાથી ત્વચા સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. ત્વચા પર સોજો અને દુખાવા જેવી સમસ્યા પણ તેના સેવન કરવાથી થઈ શકે છે.

4) મેથીના દાણાની તાસીર ગરમ હોય છે. તેનાથી મૂત્ર સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. મૂત્રમાંથી અજીબ ગંધ આવવી અથવા અન્ય સમસ્યાઓથી બચવા માટે તેનો પ્રયોગ સમજી-વિચારીને કરો.

5) ગર્ભવતી મહિલાઓ અથવા નવજાત બાળકોની માતાઓએ તેનું સેવન વિચારીને કરવો જોઈએ. તેનાથી ઝાડા વગેરે જેવી સમસ્યા થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Click on your DTH Provider to Add TV9 Gujarati