મહેસાણા બાયપાસ હાઈ-વે પર પુલ બેસવાની ઘટના સામે આવતા અધિકારીઓની દોડધામ
મહેસાણા બાયપાસ હાઇવે પર પુલ બેસવાની ઘટના સામે આવતા અધિકારીઓ દોડધામ મચી ગઇ. જોકે સદ્દનસીબે આ સમગ્ર ઘટનાક્રમમાં કોઇ જાનહાની નથી થઈ. પરંતુ માત્ર 5 વર્ષ અગાઉ માર્ગ મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા પુલનો મોટો ભાગ બેસી જતા કૌભાંડની ગંધ આવી રહી છે. જોકે પુલ બેસી જવાના પગલે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. […]
મહેસાણા બાયપાસ હાઇવે પર પુલ બેસવાની ઘટના સામે આવતા અધિકારીઓ દોડધામ મચી ગઇ. જોકે સદ્દનસીબે આ સમગ્ર ઘટનાક્રમમાં કોઇ જાનહાની નથી થઈ. પરંતુ માત્ર 5 વર્ષ અગાઉ માર્ગ મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા પુલનો મોટો ભાગ બેસી જતા કૌભાંડની ગંધ આવી રહી છે. જોકે પુલ બેસી જવાના પગલે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ વાહનોના ડાયવર્ઝન બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી.
જોકે પુલ બેસી જવાની ઘટનામાં પુલ બનાવનાર મુખ્ય એજન્સી રણજીત બિલ્ડકોન લિમિટેડ હોવાનું સામે આવ્યું છે. જેને વર્ષ 2012માં 62.68 કરોડના ખર્ચે બાયપાસ હાઈ-વે બનાવવા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. અને સપ્ટેમ્બર 2013માં આ કામ પૂર્ણ કરવાનું હતું. જોકે મૂળ સમયમર્યાદા બાદ 2014માં આ કામ પૂર્ણ કરાયું હતું. જોકે ઘટનાની જાણ થતા જ બહુચરાજીના ધારાસભ્ય ઘટનાસ્થળ પર પહોંચ્યા. અને પુલના બાંધકામમમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ અધિકારીઓ પર લગાવ્યો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો