તાપી: આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી, યુવકનો કોરોના ટેસ્ટ ના થયો હોવા છતા રિપોર્ટ આવ્યો પોઝિટિવ
તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. સોનગઢ તાલુકાના મોટી ખેરવાણ ગામના 20 વર્ષીય યુવકનું કોઈ પણ પ્રકારનું ટેસ્ટિંગ થયુ ન હોવા છતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ છબરડો થતા આરોગ્ય વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. તાપી જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલ કોવીડ-19 ના કુલ 12 પોઝિટિવ દર્દીઓની […]
તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. સોનગઢ તાલુકાના મોટી ખેરવાણ ગામના 20 વર્ષીય યુવકનું કોઈ પણ પ્રકારનું ટેસ્ટિંગ થયુ ન હોવા છતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ છબરડો થતા આરોગ્ય વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. તાપી જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલ કોવીડ-19 ના કુલ 12 પોઝિટિવ દર્દીઓની યાદીને આધારે પોલીસ મોટી ખેરવાણ ગામે પહોંચી હતી. યાદીમાં 20 વર્ષીય માસુમ ગામીતનું નામ હતુ. પોલીસ જ્યારે યુવકને ઘેર પહોંચી ત્યારે યુવકને ખબર પડી કે તે કોરોના પોઝિટિવ છે. યુવકે કોઈ પણ જાતના મેડિકલ પરીક્ષણ ન કરાવ્યાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: રાજ્યમાં ફરી કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 1510 કેસ નોંધાયા અને 16 દર્દીઓના થયા મોત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો