તો SCO સમિટમાં આ કારણે ભારત પાકિસ્તાનના PM ઈમરાન ખાનને આપશે આમંત્રણ!
પાકિસ્તાનની ચીનની સાથે ચાલ નિષ્ફળ ગયી છે. UNSCમા કાશ્મીરનો મુદો ચીનની મદદથી પાકિસ્તાને ઉછાળવાનો પ્રયત્ન કર્યો. જો કે ચીન અને પાકિસ્તાન આ ચાલમાં સફળ રહ્યાં નથી. આ અંગે ભારતે ચીનને ચેતવતા કહ્યું કે ચીન ભવિષ્યમાં આ મુદાથી દૂર રહે અને દુનિયામાં આ મામલે શું વિચાર છે તે અંગે પણ જાણકારી મેળવે. Facebook પર તમામ મહત્વના […]
પાકિસ્તાનની ચીનની સાથે ચાલ નિષ્ફળ ગયી છે. UNSCમા કાશ્મીરનો મુદો ચીનની મદદથી પાકિસ્તાને ઉછાળવાનો પ્રયત્ન કર્યો. જો કે ચીન અને પાકિસ્તાન આ ચાલમાં સફળ રહ્યાં નથી. આ અંગે ભારતે ચીનને ચેતવતા કહ્યું કે ચીન ભવિષ્યમાં આ મુદાથી દૂર રહે અને દુનિયામાં આ મામલે શું વિચાર છે તે અંગે પણ જાણકારી મેળવે.
ઉલ્લેખનીય છે કે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે આ અંગે જાણકારી આપતા કહ્યું કે UNSCના મંચનો દૂરપયોગ કરવાની કોશિશ પાકિસ્તાને એક સદસ્યના માધ્યમથી કરી છે. UNSCના મોટાભાગના સદસ્યો આ અંગે એવું માનતા હતા કે કાશ્મીર મુદે આ પર વાતચીત એ યોગ્ચ નથી. આ મુદે દ્રિપક્ષીય ચર્ચા થવી જોઈએ. બંધ દરવાજે જે પણ ચર્ચા થઈ હતી તે કોઈપણ જાતના નિર્ણય વિના જ પુરી થઈ ગયી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
SCO સમિટ મુદે ભારત સરકારના વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો કે SCOના હેડ કાર્યક્રમના આયોજન માટે તમામ સદસ્ય દેશને સંદેશો મોકલશે. આ SCOની પ્રક્રિયા છે અને તેના લીધે અમે આમ કરીશું. આમ સરકારના જવાબથી સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રક્રિયાનો ભાગ હોવાથી પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને આ સમિટમાં આમંત્રણ આપવામાં આવશે. આ સમિટમાં મોદી સરકારના વરિષ્ઠ મંત્રીઓ જતા હોય છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]