‘મસક્કલી-2’ ગીતથી એ.આર.રહેમાન અને પ્રસૂન જોશી નારાજ?

‘દિલ્હી 6’ ફિલ્મના એ.આર.રહેમાનના ટ્રેક ‘મસક્કલી’ના રીમિક્સ્ડ વર્ઝનને લઈ વિવાદનો વેગ વધી રહ્યો છે. ઓરિજીનલ  મસક્કલી ગીત બનાવનાર મૂળ ટીમ સાથે જ ચાહકો પણ રીમિક્સ્ડ વર્ઝનની જોરદાર ટીકા કરી રહ્યા છે. અસલ ટ્રેક, પ્રસૂન જોશી દ્વારા લખાયેલ અને સ્વર મોહિત ચૌહાણે આપ્યો છે. રાકેશ ઓમપ્રકાશ મેહરાની 2009ની ‘દિલ્હી 6’માં  અભિષેક બચ્ચન અને સોનમ કપૂર લીડ […]

'મસક્કલી-2' ગીતથી એ.આર.રહેમાન અને પ્રસૂન જોશી નારાજ?
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Sep 30, 2020 | 12:01 PM

‘દિલ્હી 6’ ફિલ્મના એ.આર.રહેમાનના ટ્રેક ‘મસક્કલી’ના રીમિક્સ્ડ વર્ઝનને લઈ વિવાદનો વેગ વધી રહ્યો છે. ઓરિજીનલ  મસક્કલી ગીત બનાવનાર મૂળ ટીમ સાથે જ ચાહકો પણ રીમિક્સ્ડ વર્ઝનની જોરદાર ટીકા કરી રહ્યા છે. અસલ ટ્રેક, પ્રસૂન જોશી દ્વારા લખાયેલ અને સ્વર મોહિત ચૌહાણે આપ્યો છે. રાકેશ ઓમપ્રકાશ મેહરાની 2009ની ‘દિલ્હી 6’માં  અભિષેક બચ્ચન અને સોનમ કપૂર લીડ રોલમાં હતા.

બુધવારે ભૂષણ કુમારની ટી-સીરીઝે સંગીતકાર તનિષ્ક બગચી અને ગાયકો તુલસી કુમાર અને સચેત ટંડનનું રિમિક્સ ગીત લોન્ચ  કર્યું હતું. ટ્રેકના મ્યુઝિક વીડિયોમાં સિધ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયા છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રહેમાને કોઈ નામ લેવાનું ટાળ્યું હોવા છતાં, સંગીત દિગ્દર્શકે નવા ગીત અંગે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે તેણે તેની કારકિર્દીમાં ક્યારેય કોઈ શોર્ટ કટ ન લીધો. તેણે તેના ચાહકોને વિનંતી કરી કે મૂળ ટ્રેક સાંભળો, જે તેમણે કહ્યું કે તેમની ટીમ દ્વારા ખૂબ જ  મહેનત કર્યા બાદ રચવામાં આવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રહેમાને ટ્વીટમાં અસલ ગીતની એક લિંક પણ પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું, ‘#મસક્કલી અસલની મજા લો’. ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ ‘મસક્કલી’ના રીમિક્સ્ડ વર્ઝનને “ભયાનક અને કાનમાં ધ્રૂજતું” ગણાવ્યું હતું.  અભિનેતા નકુઈલ મહેતાએ ટ્વિટ કર્યું હતું કે “આ ક્વોરેન્ટાઈન ‘મસક્કકલી 2.0’ કરતા વધુ સારૂ લાગે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મસક્કલીનું મૂળ ગીત પ્રસૂન જોશી દ્વારા લખાયેલ છે, જેણે હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) ના વડા  તરીકે પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું. સાથે જ તેમને જણાવ્યુ કે અહીં એક મોટો મુદ્દો છે મૂળ સંગીત અને કવિતાના પવિત્રતાની રક્ષા કોણ કરશે? સંગીત પ્રેમીઓની જવાબદારી પર સવાલ ઉઠાવતા તેમને કહ્યું કે ગીત અને કવિતાની અનોખી કથા છે અને આપણે આ જટિલ ફેબ્રિકના માઈન્યુટ થ્રેડોનું રક્ષણ કરવાની જરૂર છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">