સર્જિકલ સ્ટ્રાઈકની કહાણી સંભળાવતા મનોહર પર્રિકરે કહેલું કે ‘યોજના બનાવતી વખતે લીક ન થાય તે માટે મોબાઈલ ફોન સ્વીચ ઑફ કરીને 20 મીટર દૂર રાખવા પડતા’

ગોવાના CM મનોહર પર્રિકરનું 17 માર્ચ, 2019ને રવિવારના રોજ નિધન થઈ ગયું. મનોહર પર્રિકર કૅન્સરની બિમારીથી લડી રહ્યાં હતા અને તેમણે છેલ્લે સુધી પોતાની હિંમત ન હારી હતી. જણાવી દઈએ કે પાકિસ્તાન પર જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી તે મનોહર પર્રિકરના કાળમાં જ કરવામાં આવી હતી. તે સમયે મનોહર પર્રિકર પોતે ભારતના રક્ષા મંત્રી હતા. […]

સર્જિકલ સ્ટ્રાઈકની કહાણી સંભળાવતા મનોહર પર્રિકરે કહેલું કે 'યોજના બનાવતી વખતે લીક ન થાય તે માટે મોબાઈલ ફોન સ્વીચ ઑફ કરીને 20 મીટર દૂર રાખવા પડતા'
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Mar 22, 2019 | 6:59 AM

ગોવાના CM મનોહર પર્રિકરનું 17 માર્ચ, 2019ને રવિવારના રોજ નિધન થઈ ગયું. મનોહર પર્રિકર કૅન્સરની બિમારીથી લડી રહ્યાં હતા અને તેમણે છેલ્લે સુધી પોતાની હિંમત ન હારી હતી.

જણાવી દઈએ કે પાકિસ્તાન પર જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી તે મનોહર પર્રિકરના કાળમાં જ કરવામાં આવી હતી. તે સમયે મનોહર પર્રિકર પોતે ભારતના રક્ષા મંત્રી હતા. પર્રિકરે આ સર્જિકલ સ્ટ્રાઈકને લઈને કેટલાંય ખુલાસા પણ કર્યા હતા. સર્જિકલ સ્ટ્રાઈકના સમયે મનોહર પર્રિકર ભારતના રક્ષા મંત્રી હતા. પાકિસ્તાનમાં આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીમાં પર્રિકરની ભૂમિકા વિશેષ હતી. જાણકાર એવું પણ કહે છે કે જો પર્રિકર રક્ષા મંત્રીના પદ પર ના હોત તો સર્જિકલ સ્ટ્રાઈક થઈ જ ના શકી હોત.

15 મહિના પહેલાં બનાવવામાં આવી હતી યોજના

સ્વાથી રડાર

મનોહર પર્રિકરે જણાવ્યું કે સર્જિકલ સ્ટ્રાઈકની યોજના 2015ના વર્ષમાં મણિપુરમાં થયેલાં સેના પરના હુમલા બાદ બનાવવામાં આવી હતી અને જેમાં 18 જેટલાં જવાનો શહીદ થયા હતા. તેમણે કહ્યું કે ‘પશ્ચિમી સીમા પર સર્જિકલ સ્ટ્રાઈકની તૈયારીની શરુઆત 9 જૂન,2015ના રોજ કરવામાં આવી. અમે આ યોજના 15 મહિના પહેલાં જ બનાવી દીધી હતી. આ ઉપરાંત સૈનિકોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. જરુરિયાત મુજબના ઉપકરણોની ખરીદી પણ કરવામાં આવી હતી’. વધુમાં પર્રિકરે જણાવ્યું હતું કે ડીઆરડીઓ દ્વારા વિકસાવેલાં સ્વાથી વૈપન લોકેટીંગ રડારનો ઉપયોગ 2016માં પાકિસ્તાનની સેનાના ફાયરિંગ યુનિટની ભાળ મેળવવા માટે કરવામાં આવ્યો હતો. જોકે ત્રણ મહિના પછી આ રડારને અધિકૃત રીતે સેનામાં સામેલ કરવામાં આવ્યું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રક્ષા મંત્રાલય વિશે મનોહર પર્રિકરે કહેલું કે રક્ષા મંત્રાલય આતંરરાષ્ટ્રીય કૂટનીતિની સફળતા માટે ‘બેકરુમ’ની ભૂમિકા ભજવે છે.

ઉચ્ચ અધિકારીઓ સાથેની ઉરી હુમલો અને સર્જિકલ સ્ટ્રાઈક વચ્ચેના સમયગાળા દરમિયાન મનોહર પર્રિકરે લગભગ 18-19 બેઠકો યોજી હતી અને પર્રિકરે આ બાબતે કહ્યું હતું કે મને ગર્વે છે કંઈ પણ વસ્તું લીક ન થયી હતી. તેમણે કહ્યું કે જ્યારે તમે કોઈને કંઈ પણ ના કહો ત્યારે તમારી અંદર ભાર વધી જાય છે. સામાન્ય રીતે દોસ્તો સાથેની ચર્ચામાં આ ભાર ઓછો થઈ જાય છે. પરંતુ રક્ષા મંત્રાલયમાં તમે એવી સ્થિતિમાં ન હોય કે તમે કોઈની સાથે આ મુદ્દા પર વાત કરી શકો. ભલે પછી એ મ્યાનમારની સર્જિકલ સ્ટ્રાઈક હોય કે પીઓકેની. હું આ ભારના કારણે સૂઈ પણ નહોતો શકતો.

મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવાની ફરજ પડતી

તેમણે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈકની યોજના બનાવતી વખતે મોબાઈલ સ્વિચ ઓફ કરીને 20 મીટર દૂર રાખવામાં આવ્યા હતા. જો આવું ન કરવામાં આવતું તો યોજના લીક થઈ જવાનું જોખમ હતું. પર્રિકરે કહેલું કે હું અને પીએમ મોદી બંને અલગ-અલગ રાજ્યોમાંથી આવીએ છીએ અને સર્જિકલ સ્ટ્રાઈકનો ફેંસલો લેવાની બાબતમાં સંઘની શિક્ષા કોમન છે. તેમણે કહેલું કે ‘ મને આ મેળને જોઈને નવાઈ લાગે છે કારણ કે પ્રધાનમંત્રી મહાત્મા ગાંધીના રાજ્યમાંથી આવે છે અને રક્ષા મંત્રી તરીકે હું ગોવાથી છું જ્યાં કોઈ માર્શલ રેસ કે સર્જિકલ સ્ટ્રાઈક થઈ નથી. એ હોય શકે છે કે આરએસએસની શિક્ષા આ મૂળમાં હતી, પણ આ આ કંઈક અલગ પ્રકારનો જ મેળ હતો’

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">