જે KHAN ACTORS સાથે કામ કરવા બૉલીવુડની તમામ અભિનેત્રીઓ તલસે છે, તેમનો આ એકમાત્ર ધાકડ ACTRESSએ કર્યો છે બહિષ્કાર, કોણ છે એ અભિનેત્રી ?

બૉલીવુડની ક્વીન અને તાજેતરમાં જ રિલીઝ થયેલી પોતાની મણિકર્ણિકા ફિલ્મને લઈને કંગના રણૌત આજ-કાલ ખૂબ ચર્ચામાં છે. TV9 Gujarati Web Stories View more મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા? 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર ઉનાળાની ગરમીમાં […]

જે KHAN ACTORS સાથે કામ કરવા બૉલીવુડની તમામ અભિનેત્રીઓ તલસે છે, તેમનો આ એકમાત્ર ધાકડ ACTRESSએ કર્યો છે બહિષ્કાર, કોણ છે એ અભિનેત્રી ?
Follow Us:
| Updated on: Mar 03, 2019 | 6:34 AM

બૉલીવુડની ક્વીન અને તાજેતરમાં જ રિલીઝ થયેલી પોતાની મણિકર્ણિકા ફિલ્મને લઈને કંગના રણૌત આજ-કાલ ખૂબ ચર્ચામાં છે.

TV9 Gujarati

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

તાજેતરમાં જ કંગના દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પહોંચી કે જ્યાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પીએમ મોદી હાથ જોડીને કંગનાને મળ્યાં. બંનેએ થોડીક વાર કંઇક વાતચીત કરી.

આ કાર્યક્રમમાં કંગનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, કરણ જૌહર અને પોતાના રિલેશનશિપ વિશે ઘણા ખુલાસા કર્યાં. કંગનાએ કહ્યું, ‘હું પોતાના બળે સફળ થઈ છું. મને કોઈ હીરોની જરૂર નથી. મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈનો સપોર્ટ નથી જોઇતો. મેં ખુલ્લેઆમ કહ્યુ હતું કે હું ખાન એક્ટર્સ સાથે કામ નહીં કરું. મેં પોતાના રૂલ સેટ કર્યા છે. મેં પોતાના કૅરિયરમાં મોટાભાગે નવા ડાયરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ સાથે કામ કર્યું.’

કંગનાએ આ કાર્યક્રમમાં પોતાના અંગત જીવનને લઈને મોટો ખુલાસો કરતા કહ્યું, ‘હું કોઈની સાથે રિલેશનમાં છું.’ જોકે કંગનાએ તે શખ્સ વિશે વધુ માહિતી ન આપી. કંગનાએ સંકેત પણ આપ્યો કે તે ટૂંકમાં જ લગ્ન કરી શકે છે, પણ તેણે દિવસ અને સમય જણાવવાનો ઇનકાર કરી દીધો. કંગનાએ કહ્યું, ‘કોઈને ડેટ તો નથી કરતી, પણ મારા જીવનમાં કોઈ છે. હું પોતાના જીવનમાં હાલ જ્યાં છું, મને ડેટિંગની જરૂરિયાત નથી અનુભવાતી. આવા સાથીની જરૂર હોય છે કે જે આપને મૉટિવેટ અને ઇંસ્પાયર કરે.’

કંગનાએ કરણ જૌહર વિશે કહ્યું, ‘કરણ જૌહરે IIFAના મંચ પર મારી મજાક ઉડાવી હતી. નેપોટિઝ્મ પર કહ્યું. તેણે મને જૉબલેસ કહી. કહ્યું કે મારે તેની પાસેથી કામ જોઇએ. મેં કહ્યું, મારું ટૅલેંટ જુઓ અને પોતાની ફિલ્મો જુઓ. શું સાચે જ ? તેણે મને લંડનમાં કોઈ પ્લેટફૉર્મમાં જૉબલેસ કહી. મને લાગે છે કે કેટલાક લોકોએ ચ્યવનપ્રાશ ખાવું જોઇએ.’

કંગનાએ ફૅમિનિઝ્મ પર કહ્યું, ‘હું ફૅમિનિઝ્મ પર પુસ્તકીય વ્યાખ્યાઓમાં વિશ્વાસ નથી કરતી. તેથી મેં પોતાની વ્યાખ્યાઓ બનાવી છે. જો આપ મારી વ્યાખ્યા પૂછશો, તો હું કહીશ કે ધરતી પર દરેક વસ્તુમાં સમાનતા હોવી જોઇએ. મને સમજાતું નથી કે આપણે તેને કેમ જેન્ડર અને સેક્સના દાયરામાં જોઇએ છીએ. હું કહું છું કે આપણી પોતાની વ્યાખ્યાઓ કેમ ન હોવી જોઇએ ?’

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">