માનવતાની મજાક, અમદાવાદની SVP હોસ્પિટલમાં 65 વર્ષીય દિવ્યાંગની સારવાર આ કારણથી અટકી પડી, જુઓ VIDEO

નિયમોની આડમાં સત્તાધીશોની માનવતા પણ મરી પરવારી છે. તેનું ઉદાહરણ રજૂ કરતો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. એક વૃદ્ધના બંને હાથના કાંડા કપાઈ ગયેલા હોવાથી તેમનો માં અમૃતમ કાર્ડમાં સમાવેશ થઈ શક્યો નથી. કારણ એજ છે કે તેમના હાથના ફિંગર પ્રિન્ટ નથી લઈ શકાતા અને મા કાર્ડમાં સમાવેશ ન હોવાથી કૉર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં છેલ્લા […]

માનવતાની મજાક, અમદાવાદની SVP હોસ્પિટલમાં 65 વર્ષીય દિવ્યાંગની સારવાર આ કારણથી અટકી પડી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 21, 2019 | 4:59 AM

નિયમોની આડમાં સત્તાધીશોની માનવતા પણ મરી પરવારી છે. તેનું ઉદાહરણ રજૂ કરતો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. એક વૃદ્ધના બંને હાથના કાંડા કપાઈ ગયેલા હોવાથી તેમનો માં અમૃતમ કાર્ડમાં સમાવેશ થઈ શક્યો નથી. કારણ એજ છે કે તેમના હાથના ફિંગર પ્રિન્ટ નથી લઈ શકાતા અને મા કાર્ડમાં સમાવેશ ન હોવાથી કૉર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી તેમની સારવાર અટકી પડી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

65 વર્ષના દિલીપ વાઘેલા ત્રણ દિવસ અગાઉ તેમને હૃદયનો હુમલો આવતા તાત્કાલીક SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. દિલીપભાઈ પાસે બીપીએલ કાર્ડ છે, તેમના પરિવારનું માં કાર્ડ પણ છે. પરંતુ હાથના કાંડા નહીં હોવાના કારણે દિલીપભાઈનો માં કાર્ડમાં સમાવેશ થઈ શક્યો નથી કારણ કે તેઓ ફિંગર પ્રિન્ટ આપી શકતા નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ કારણે હવે કોર્પોરેશનની હોસ્પિટલમાં તેમની સારવાર અટકીને પડી છે. દિલીપભાઈના પરિવારે માં કાર્ડના સત્તાવાળાઓને માનવતાના ધોરણે ઘટતું કરવા વારંવાર રજૂઆત કરી છે, પરંતુ સત્તાવાળાઓ સરકારે બનાવેલા નિયમોથી બંધાયેલા હોવાથી આંખ આડા કાન કરી રહ્યા છે. 11 સભ્યોના આ પરિવારની મહિનાની 15 હજાર રૂપિયાની આવક છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પરિવારની 4 મહિલાઓ પત્ની, બહેન, પુત્રવધૂ, દિકરીની પુત્રી પેપર ફોલ્ડિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. માં કાર્ડમાં દિલીપભાઈનો સમાવેશ નથી એટલે પરિવારે છેલ્લા ત્રણ દિવસમાં લોકો પાસેથી આશરે 30 હજાર રૂપિયાની મદદ લીધી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">