સાવધાન! 2 પિત્ઝા ઓનલાઈન મગાવ્યા અને ખાતામાંથી ઉપડી ગયા 60 હજાર રુપિયા
ઝોમેટો જેવી ઓનલાઈન ફૂડ એપ દ્વારા લોકો હવે ખાવાનું મગાવે છે. ઘણાં એવા કિસ્સા સામે આવે છે જેના લીધે ચેતી જવાની જરુર છે. 4 ઓક્ટોબરના રોજ અમદાવાદથી એક બિઝનેસમેન દ્વારા 2 પિત્ઝા ઓર્ડર ઝોમેટો મારફતે કરવામાં આવ્યા હતા. આ પિત્ઝા ખરાબ હોવાથી તેઓએ હેલ્પલાઈનમાં સંપર્ક કર્યો હતો. જો કે ત્યાંથી કોઈ રિપ્લાય આવ્યો નહોતો. Facebook […]
ઝોમેટો જેવી ઓનલાઈન ફૂડ એપ દ્વારા લોકો હવે ખાવાનું મગાવે છે. ઘણાં એવા કિસ્સા સામે આવે છે જેના લીધે ચેતી જવાની જરુર છે. 4 ઓક્ટોબરના રોજ અમદાવાદથી એક બિઝનેસમેન દ્વારા 2 પિત્ઝા ઓર્ડર ઝોમેટો મારફતે કરવામાં આવ્યા હતા. આ પિત્ઝા ખરાબ હોવાથી તેઓએ હેલ્પલાઈનમાં સંપર્ક કર્યો હતો. જો કે ત્યાંથી કોઈ રિપ્લાય આવ્યો નહોતો.
આ પણ વાંચો : જાણો 2 શક્તિશાળી રાફેલની મિસાઈલ વિશે જે દુરથી જ દુશ્મનનો બોલાવશે ખાત્મો
હવે આ નંબર ક્યાંથી કોઈક ગઠિયા પાસે આવી ગયો હતો. થોડીવાર પછી આવેલાં ફોનમાં રિફંડ આપવા બાબતે ગૂગલની આઈડી માગવામાં આવે છે. આમ સીધી જ ખાતાની વિગતો આપવાથી 5 હજાર રુપિયા બિઝનેસમેનના ખાતામાંથી ઉપડી જાય છે. બીજીવાર એવું કહીને ફોન આવે છે કે આવું હોય જ નહીં. તમે ડિટેલ્સ આપો અને પૈસા રિફંડ કરી આપીએ તો ફરીથી ડિટેલ્સ આપતાં 6 વાર પૈસા ખાતામાંથી ઉપાડી લેવામાં આવે છે. આમ એક લિંકમાં ખાતાની વિગતો જે નહોતી આપવાની તે ભરીને 2 પિત્ઝા માટે 60,855 રુપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ તમામ હેલ્પલાઈનનો ડેટા વેચી દેવાઈ તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. આ કેસમાં પણ આવું જ થયું ગઠિયાએ ટાર્ગેટ કરીને પૈસા પડાવી લીધા. તમે પણ સાવધાન રહ્યો જ્યારે પણ કસ્ટમર કેરમાંથી ફોન આવે તો ખાતાની વિગતો ન આપશો. આ વિગતો આપવાથી તેઓ તમારી કમાણી રુપિયા ઉપાડી શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]