નવરાત્રીના વ્રતમાં ફળાહાર તરીકે બનાવો ‘સાબુદાણા વડા’, જાણો સમગ્ર વાનગી બનાવવાની રીત

સાબુદાણા વડા : નવરાત્રિ દરમિયાન દેવી પૂજન અને નવ દિવસના વ્રતનુ ખૂબ મહત્વ છે. મા દુર્ગાના નવ રૂપોની આરાધનાનું પાવન પર્વ ચાલી રહ્યુ છે. આ નવ દિવસોમાં વ્રત કરનારા લોકો માટે કેટલાક નિયમ હોય છે. તેની સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ નિયમોમાંથી એક છે નવ દિવસ સુધી અન્ન ન ખાવુ અને આ સાથે જ લસણ-ડુંગળી, દારૂ અને […]

નવરાત્રીના વ્રતમાં ફળાહાર તરીકે બનાવો 'સાબુદાણા વડા', જાણો સમગ્ર વાનગી બનાવવાની રીત
Follow Us:
| Updated on: Sep 26, 2019 | 4:17 PM

સાબુદાણા વડા :

નવરાત્રિ દરમિયાન દેવી પૂજન અને નવ દિવસના વ્રતનુ ખૂબ મહત્વ છે. મા દુર્ગાના નવ રૂપોની આરાધનાનું પાવન પર્વ ચાલી રહ્યુ છે. આ નવ દિવસોમાં વ્રત કરનારા લોકો માટે કેટલાક નિયમ હોય છે. તેની સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ નિયમોમાંથી એક છે નવ દિવસ સુધી અન્ન ન ખાવુ અને આ સાથે જ લસણ-ડુંગળી, દારૂ અને માંસાહારથી પણ દૂર રહેવુ. લોકો આ દિવસો દરમિયાન ફળાહાર કરતા હોય છે. તો આજે આપણે જાણીએ એક ખાસ વાનગી જે ફળાહાર કરતા લોકો ખુબ પસંદ કરતા હોય છે.

મુખ્ય સામગ્રી : સાબુદાણા, સેકેલા શીંગદાણાનો ભુક્કો (પાવડર), બટાકા

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સામગ્રી :

1. ૨૫૦ ગ્રામ સાબુદાણા, 2. ૧૫૦ ગ્રામ સેકેલા શીંગદાણાનો ભુક્કો (પાવડર) 3. ૪૦૦ ગ્રામ બાફેલા બટાકા 4. ૫ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ અને કોથીર 5. ૧ નંગ લીંબુ અથવા ૧ ટેબલ સ્પૂન બીંબુ રસ 6. ૧ ટેબલ સ્પૂન લાલ મરચું 7. ૧/૨ ટેબલ સ્પૂન ગરમ મસાલો 8. ૨ ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર 9. ૩ ટેબલ સ્પૂન શીંગોડા અથવા રાજગરાનો લોટ 10. સ્વાદ મુજબ મીંઠુ 11. ૪૦૦ ગ્રામ તળવા માટે તેલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બનાવવાની પદ્ધતિ :

1 ) પુર્વતૈયારીમાં સૌપ્રથમ સાબુદાણાને સાફ કરીને ધોઈને લગભગ 3 થી 4 કલાક ૫૦૦ મિ.લી પાણીમાં પલાળી દો. સાબુદાણા પલળી જાય એટલે તેને ચારણીમાં નાખીને પાણી નીતારી લો.

2 ) બટાકાને કુકરમાં ૩ થી ૪ સીટી વગાડીને બાફી લો, છાલ ઉતારીને બટાકાનો માવો બનાવી લો.

3 ) એક વાસણમાં બટાકાનો માવો, પલાળેલા સાબુદાણા, શીંગનો ભુક્કો, સ્વાદ પ્રમાણે મીંઠુ, ૫ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ, ૧/૨ ટેબલ સ્પૂન ગરમ મસાલો, ૨ ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર, ૧ ટેબલ સ્પૂન લાલ મરચાનો પાવડર, ૧ ટેબલ સ્પૂન બીંબુનો રસ. આ બધી જ વસ્તુઓને બરાબર મસળીને મિક્સ કરો.

4 ) માવો મસાલો એક રસ થઇ જાય પછી તેની મધ્યમ કદની ટીક્કી બનાવો અને એક તરફ ઢાંકીને મુકી રાખો.

5 ) બીજી તરફ એક કઢાઇમાં ફાસ ગેસે તળવા માટે તેલ ગરમ મુકો. તેલ વધુ ગરમ થઇ જાય એટલે ગેસને મધ્યમ આંચ પર કરી તેમાં બનાવેલા વડા આછા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળો.

6 ) ફળાહારમાં ખાઈ શકાય તેવા ગરમ ગરમ સાબુદાણાવડા તૈયાર છે જેને તમે લીલી ચટણી, મીઠા કે મસાલા વાળા દહીં સાથે ગરમ ગરમ પીરસો.

નોંધ:

જો તળતી વખતે પેટીસ (વડા) છુટ્ટા પડી જાય તો માવો ભેગો કરીને તેમાં ૩ ટેબલ સ્પૂન શીંગોડાનો લોટ કે રાજગરાનો લોટ ભેળવીને ટીક્કી બનાવી તળો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Visit our YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">